સાબરડેરી દરોજ્જ એકત્ર કરે છે ૨૨ લાખ લીટરથી વધુ દૂધ લોકડાઉનના ૭૦ દિવસમાં એક પણ દિવસ જિલ્લાવાસીઓ દૂધ વગર રહ્યા નથી
કેતન પ્રણામી અરવલ્લી
કોરોના વાયરસના સંક્રમણને લઇ લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ હોમ ડિલીવરીથી મળી રહે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ઉભી કરાઇ છે, ત્યારે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ લોકડાઉનના સતત ૭૦ દિવસ સાબર ડેરીને રોજનું ૨૨.૩૧ લાખ લીટર દૂધ પુરૂ પાડીને એક પણ દિવસ દૂધની અછત વર્તાવા દિધી નથી.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીએ પણ કોરોનાના સંકટના સમયે લોકોને દૂધના જથ્થાને પુરૂ પાડીને લોકોને સંક્રમણથી બચાવવાનું કામ કર્યુ છે.
જેમાં સાબરડેરી સાથે સંકળાયેલી સાબરકાંઠા જિલ્લાની ૮૪૭ અને અરવલ્લી જિલ્લાની ૯૪૭ મળી કુલ ૧૭૯૪ દૂધ મંડળીઓ તથા સાબરકાંઠાના ૬૬ અને અરવલ્લીના ૬૨ કલેકશન સેન્ટર દ્વારા ૨૨.૩૧ લાખ લીટર દૂધનું કલેકશન કરાવ્યું, જેને લઇ સાબર ડેરીએ ૪૦૦થી વધુ અમૂલ પાર્લર થકી રોજે રોજ ૭૬ હજાર અમૂલ દૂધના પાઉચ, ૮૮ હજાર છાસના પાઉચનું વેચાણ કરવામાં આવ્યું, આ સાથે સાબર ડેરીએ મિલ્કમ માર્કેટીંગ ફેડરેશનને ૧૮,૦૦૦, સુરેન્દ્રનગર ડેરીને ૨૮,૦૦૦ તેમજ અન્ય સંકળાયેલ ડેરીઓને ૬૦,૦૦૦ દૂધના પાઉચ પૂરા પાડવાનું કામ કર્યુ છે.
જયારે સાબરડેરી સંચાલિત રોહતક, દિલ્હી સહિતના અન્ય રાજયોના પ્લાનટમાં ૮.૨૪ લાખ દૂધના પાઉચનું ઉત્પાદન કરીને ૭૦ દિવસના લોકડાઉનમાં દૂધની અછત વર્તાવા દિધી નથી.