બાયડ-માલપુરના કોંગી ધારાસભ્ય ના મળતીયાઓ એ સિંચાઈ યોજનામાં કરોડોનું કૌભાંડ આચરે તેવી શકયતા
કેતન પ્રણામી અરવલ્લી
સરકાર દ્વારા પાણીની અછત દૂર થાય તે માટે મોટી ગ્રાન્ટો ફાળવી ને તળાવો અને ચેકડેમો ઊંડા કરવાની કામગીરી કરાવવામાં આવે છે.પરંતુ અરવલ્લી જિલ્લાના બાયડ - માલપુર વિસ્તારમાં સરકાર ના દુશ્મનો બની બેઠેલા કેટલાક નેતા ઓ અને અધિકારીઓ ની મિલીભગત થી આ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર થાય તે માટે ના સરકારના પ્રયત્નો ને સફળ થવા દેવામાં આવતા નથી. અને માત્ર ઉપર છલ્લુ કામકરી ને સરકાર અને ભોળી પ્રજાને છેતરવાનું કામ કેટલાક અધિકારીઓ , કોન્ટ્રાક્ટરો અને નેતાઓ કરી રહ્યા છે.ત્યારે આ સમગ્ર ઘટના માં મસમોટી ખાયકી કરતા સિંચાઈ વિભાગના કેટલાક અધિકારીઓ ,
નેતાઓ અને કોન્ટ્રાક્ટરો સામે નક્કર પગલાં લેવાય તે માટે બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો છે.પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે સિંચાઈ વિભાગના કામો માટે કેટલાક નેતાઓ અધિકારીઓ ની મિલીભગત થી તેમના મળતીયા ઓ ને કામ આપવામાં આવે છે અને ઉપર છલ્લુ કામ કરી ખોટી એમ.બી બનાવી ખોટા બિલો પાસ કરાવવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે.ત્યારે આ મામલે વિજિલન્સ ને તપાસ સોંપી નક્કર કાર્યવાહી થાય એ માટે પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ પત્ર લખી તપાસની માંગ કરી છે.