TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

ધનસુરાના જામઠા ગામના ગૌચર માંથી ૨૦ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત :ચકલી, તેતર, કાકડીયો કુંભાર સહિત ઘણી જાતના પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા

કેતન પ્રણામી અરવલ્લી


          ધનસુરા તાલુકાના જામઠા ગામના ગૌચરમાંથી રવિવારના રોજ 20 જેટલા મોર, ચકલી, તેતર, કાકડીયો કુંભાર, એમ ઘણીજાતના પક્ષીઓ મૃત હાલતમાં મળ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક ફોરેસ્ટ અધિકારીને કરાતા મોડાસાના RFO, ફોરેસ્ટર, તથા તેમની ટીમ તપાસમાં આવી હતી અને સ્થળ પર પંચનામું કરી મૃત મોરને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

 વધુમાં અધિકારીને મોત કારણ પૂછતા તેમને જણાવેલ કે પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા પછી જ કારણની ખબર પડે તેમ જણાવ્યું હતું.મોર રંગો સાથે કલાનો સંગમ ધરાવતું પક્ષી છે. આ પક્ષીને ભારતના રાષ્ટ્રીયપક્ષી તરીકે જાહેર કરાયું છે. ત્યારે ધનસુરા તાલુકાના જામઠા ગામના ગૌચરમાં રવિવારના રોજ ૨૦ જેટલા મોર મૃત હાલતમાં મળ્યા હતા. સાથે ચકલી, તેતર સહિતના પક્ષીઓ પણ મરેલા મળ્યા હતા. રાષ્ટ્રીય પક્ષીઓને મેઘરજ વન વિભાગની કચેરી લાવી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે મળતી વિગત અનુસાર ધનસુરા તાલુકાના જામઠા ગામના ગૌચરમાં રવિવારના રોજ ૨૦ જેટલા મોર મૃત હાલતમાં મળ્યા હતા. દરમિયાન ગૌચરમાં કઈ રીતે આટલા બધા પક્ષીઓના મોત નિપજ્યા તે અંગે ભારે અચરજ છે. આ ઘટના ની જાણ ગ્રામજનોને થતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો અને આ વાતની જાણ મોડાસા વન વિભાગને કરતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી પહોંચી મૃતક મોરપક્ષીઓને વન વિભાગની કચેરીએ લાવી પશુદવાખાને પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તારણમાં ઝેરી દવાની અસરથી મોતની શક્યતા હોવાનું વન વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું જો કે પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યા બાદ જ સાચી માહિતી મળશે તેમ તેઓએ ઉમેર્યું હતું. મોટી સંખ્યામાં રાષ્ટ્રીયપક્ષીઓ મોતને ભેટતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આટલી મોટી સંખ્યામાં રાષ્ટ્રીયપક્ષીઓના મોત થવાને પગલે જીવદયાપ્રેમીઓએ પણ ફિટકારની લાગણી વરસાવી હતી અને ઝેરી દવાઓનો છંટકાવ કરનારાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો.