અરવલ્લીની કિશોરીઓમા પોષણની કાળજીનું મહત્વ વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે
કેતન પ્રણામી અરવલ્લી
ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા ટી.વી. ચેનલ વંદે ગુજરાત-૧ પર દર સોમવારે બાળકો માટે પ્રિસ્કુલ કાર્યક્રમ તેમજ દર મંગળવારે સગર્ભા, ધાત્રી તથા કિશોરીઓ માટે સેટકોમ રજુ કરવામા આવે છે. આજે તા. ૨૩ જૂન રોજ બપોરે ૨:૦૦ થી ૩:૦૦ કિશોરીઓ માટેનો સેટકોમ કાર્યક્રમ પુર્ણ દિવસની ઉજવણી અંતર્ગત આવનાર છે.
જેમા ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓમા પોષણની કાળજીનું મહત્વ વિષય પર માર્ગદર્શન રજુ થનાર હોય તેથી તમામ કિશોરીઓને આ કાર્યક્રમ અવશ્ય નિહાળવા અનુરોધ કરવામા આવ્યો છે. આ કાર્યક્રમ પુર્ણ થયે કિશોરીઓ માટે ક્વિઝ રાખવામા આવેલ છે. જેમા ભાગ લઈ પ્રશ્નોના જવાબ કિશોરીઓ આપે તે જરૂરી છે.
આ કાર્યક્રમનુ જીવંત પ્રસારણ ટી.વી.મા વંદે ગુજરાત ચેનલ-૧, મોબાઈલ જીઓ એપ મારફત વંદે ગુજરાત ચેનલ-૧ તેમજ WCD gujarat ફેસબુક પેજ પર નિહાળી શકાશે. કોઈ કારણોસર જીવંત પ્રસારણ નિહાળી ન શક્યા હોય તેઓ યુ-ટ્યુબ ચેનલ WCD gujarat પર અન્ય કોઈપણ સમયે નિહાળી શકાશે.