મેઘરજ પોલીસે ઉન્ડવા ચેકપોસ્ટ પાસેથી ૧૩.૮૨ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:બે આરોપીઓની ધરપકડ
કેતન પ્રણામી અરવલ્લી
ગુજરાતમાં અરવલ્લી જિલ્લાની રતનપુર ચેકપોસ્ટ માર્ગે વિદેશી દારૂ ઘુસાડવા માટે સિલ્ક રૂટ તરીકે જાણીતો છે. વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ જિલ્લાની વિવિધ આંતરાજ્ય સરહદ પરથી ઘુસાડવામાં આવી રહ્યો છે. રાજસ્થાન રાજ્યની સરહદને અડીને આવેલા શામળાજી, ભિલોડા અને મેઘરજ પંથકમાં મોટા પ્રમાણમાં દારૂના કટિંગનો ધંધો ધમધમી રહ્યો છે.
મુખ્ય માર્ગ પરથી ન આવતા બુટલેગરો અંતરીયાળ માર્ગોનો ઉપયોગ કરીને પણ દારૂ ઘુસાડી રહ્યા છે. ત્યારે મેઘરજ પોલીસે બાતમીને આધારે ઉન્ડવા ચેકપોસ્ટ નજીકથી ડમ્પરમાં લવાતો ૧૩.૮૨ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસે મુદ્દામાલ સહિત બે બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.