અરવલ્લીમાં આજથી આર.ટી.ઓ કચેરી કાર્યરત ઓનલાઇન અપોઇમેન્ટ મેળવી હશે તેવા વાહનચાલક ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપી શકશે
કેતન પ્રણામી અરવલ્લી
ભારત સરકારશ્રીના આદેશ અને ગુજરાત સરકારશ્રીના જાહેરનામાં અને પરિપત્ર અંતર્ગત અરવલ્લી આર.ટી.ઓ કચેરીનું આજે ૪ જૂન ૨૦૨૦થી કાર્યરત થશે અનલાકે-વનના આરંભ સાથે લોકોની સલામતી જળવાય અને આરટીઓની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવા વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં વાહન અને લાઈસન્સ સંબધિત કામગીરી માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ પદ્ધતિ ફરજીયાત કરવામાં આવી છે. જેથી લાયસન્સ માટેની કામગીરી અંતર્ગત જે અરજદારોની ૨૧ માર્ચથી ૩૦ જૂન દરમિયાન અપોઈન્ટમેન્ટ આપવામાં હતી તેઓએ ફરીથી ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લેવાની રહેશે. જેમના કાચા લાયસન્સની સમયમર્યાદા ૨૧ માર્ચથી ૩૧ જુલાઇના સમયગાળામાં પૂર્ણ થવાના હોય તેવા ડ્રાયવીંગ લાયસન્સ ટેસ્ટ આપી શકશે. જેના માટે કોઈ વધારાની ફી ભરવાની રહેશે નહી.
આ ઉપરાંત હાલ ફેસલેસ પદ્ધતિથી કેટલિક સેવાઓ મેળવવાનું અમલમાં હોઈ, ત્યારે જે તે સેવા અરજદાર ઘરબેઠા મેળવે તે ઈચ્છનીય છે. આ સેવાઓ મેળવવા અરજદારોએ રૂબરૂ આવવુ જરૂરી નથી. પરંતુ ખાસ કિસ્સામાં કચેરીએ રૂબરૂ જવાનો પ્રશ્ન થાય તો ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લઈને આવાનું રહેશે. આંતર રાજય વાહન માલિકી તબદીલ, આર.સી. કેન્સલ, ડીએ, પરત થયેલ લાયસન્સ અને આર.સી. બુક પરત મેળવવા માટે ઓનલાઈન વિકલ્પ ઉપલબ્ધ ન હોઈ એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે નહી.
કોરોના મહામારીને ધ્યાને લેતાં અરજદારે આરટીઓ કચેરી પરિસરમાં એપોઇન્ટમેન્ટના ૧૫ મિનિટ અગાઉ અને અપોઈન્ટમેન્ટ લેટર હાર્ડકોપીમાં કે સોફ્ટકોપીમાં રજૂ કરીને જ પ્રવેશ મેળવી શકશે. એપોઈમેન્ટ સમયના ૧૫ મિનિટ અગાઉ જ પ્રવેશ મળશે જેની સર્વે ખાસ નોંધ લેવી. જેથી એપોઇન્ટમેન્ટ સમયના વધુ સમય પહેલાથી કચેરીએ ઉપસ્થિત ન રહેવા અનુરોધ કરવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે માત્ર અરજદારને જ કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે જ્યારે સાથે આવનાર અન્ય કોઈ વ્યક્તિ કે વાલીને પ્રવેશ મળી શકશે નહીં. મોડાસા આરટીઓ ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેક સવારના ૦૯.૦૦ થી સાંજે ૦૬.૩૦ સુધી ચાલુ રહેશે.
આ ઉપરાંત અરજદારોની વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી આરટીઓ કક્ષાએથી એપ્રુવ થયા બાદ તેઓ ઍમપરિવહન અને ડીજીલોકર એપમાં ડિજિટલ ડોક્યુમેન્ટ જનરેટ કરી શકશે જે પોલીસ અને આરટીઓની એન્ફોર્સમેન્ટની કામગીરી માટે માન્ય ગણાશે.
કોરોના મહામારીને જોતા આરટીઓ કચેરીએ કારણ વગર ફક્ત પૂછપરછ માટે આવવાનું ટાળવું. ૯૪૨૬૫ ૪૦૫૭૯ ઉપર તમામ પ્રકારની ઇન્ક્વાયરી માટે સંપર્ક કરવા જણાવાયું છે.
એચ.એસ.આર.પી. ફિટમેન્ટ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ તથા ઓનલાઈન પેમેન્ટ કરીને જ બપોરના ૦૩.૦૦ કલાક બાદ જ આરટીઓ કચેરીમાં આવવાનું રહેશે. તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોનાં ફિટનેશની કામગીરી જિલ્લા તાલુકાકક્ષાએ ૮ જૂનથી કાર્યરત થશે.