TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા ૨૮.૭૯ લાખ રોપાઓનો ઉછેર કરાયા

કેતન પ્રણામી અરવલ્લી 





   ૫મી જુન વિશ્વ પર્યાવરણ દિન- ૧૯૭૪થી શરૂ કરવામાં આવેલી આ  ઉજવણી સાથે વર્ષ ૨૦૨૦માં ૪૬મો વિશ્વ પર્યાવરણ દિન ઉજવાશે. આ વર્ષની થીમ છે આવો પ્રકૃતિ માટે સમય ફાળવીએ. 
         સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને હરીયાળો બનાવવા માટે બંને જિલ્લાની ૨૬ નર્સરીઓના સહયોગથી ૨૮.૭૯ લાખ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. સાબરકાંઠા-અરવલ્લીને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.



    સમગ્ર વિશ્વના પર્યાવરણને શુધ્ધ અને સ્વચ્છ રાખવા માટે વૃક્ષો ખુબ જ ઉપયોગી છે. હાલમાં ઔધોગિકરણ અને માનવીની સફળતા માટેની આંધળી દોટે પર્યાવરણને ખુબ જ નુકશાન પહોચાડ્યું છે. પર્યાવરણને શુધ્ધ અને સ્વચ્છ રાખવામાં વૃક્ષો ખુબ જ ઉપયોગી છે. ત્યારે અરવલ્લી જિલ્લાની મોડાસા તાલુકાની મેઢાસણ, માઝૂમ નર્સરીમાં બે લાખ, ધનસુરાની આલમપુર-નવલપુરમાં ૧.૯૫ લાખ, બાયડની બીબીપુરામાં૧.૯૦ લાખ, માલપુરની લાલસીપુર- મેડીટીંબામાં ૧.૯૯ લાખ, મેઘરજની શણગાલ-ઢેકુડી-હિરાટીંબામાં ૨.૪૫ લાખ, ભિલોડાની મેશ્વો-માંકરોડા નર્સરી ૨.૪૫ લાખ મળી કુલ ૧૨,૭૪,૦૦૦ નીલગીરી, લીમડા, અરડુસા, આસોપાલ,ગુલમહોર,સરગવો,વડ્લો, જેવા વૃક્ષોની સાથે સાથે ફળાઉ વૃક્ષ જેવા કે દાડમ, જામફલ, જાંબુ,  આંબા, આંબળા જેવા રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે.   
ગત વર્ષે બંને જિલ્લામાં પર્યાવરણ મહોત્સવ નિમિત્તે તમામ શૈક્ષણિક સંકુલો, ઓફિસો રસ્તાની બાજુઓ , ગ્રામ પંચાયત અને નગરપાલિકા દ્રારા આશરે ૪૫ લાખ રોપાઓ વાવવામાં આવ્યા હતા. અને ચાલુ વર્ષે  ૨૮.૭૯ લાખ રોપાનો ઉછેર થઈ ચુક્યો છે. જે જરૂરીયાત મુજબ લોકોને વિતરણ કરાશે.