TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લીમાં ૧૦૧૫ લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા કોરોનાની સારવાર દરમિયાન ૭ ના મોત જયારે ૭ દર્દી કોરોનાની સારવાર હેઠળ

કેતન પ્રણામી અરવલ્લી


અરવલ્લી જિલ્લામાં સોમવારની મોડી રાત્રે  મોડાસા અને ભિલોડાના એક-એક દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થતા જ જિલ્લામાં મોતનો આંક ૭ નોંધાયો છે જયારે કોરોના પોઝિટીવના ૭ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

 આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના પોઝિટીવના અત્યાર સુધી ૧૨૦ કેસ નોંધાયા છે. જે પૈકી ૧૦૬ લોકોની સારવાર પૂર્ણ થતા ઘરે પરત મોકલવામાં આવ્યા છે. પરંતુ જયાં કોરોનાના કેસ નોંધાયાછે તેવા વિસ્તારમાં અન્ય લોકો સંક્રમિત ન થાય તેની તકેદારીના ભાગરૂપે નિયત્રિંત વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા લોકોનું ડોર ટુ ડોર સર્વે ની કામગીરી કરવામાં આવી છે સર્વે દરમિયાન શંકાસ્પદ જણાતા જિલ્લાના ૧૦૧૫ લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા છે.
જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન થયેલા મોત અંગે વિગત આપતા ઉમેર્યુ હતુ કે, સોમવારની મોડી રાત્રે  મોડાસા અને ભિલોડાના એક-એક દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થતા જ જિલ્લામાં સાત લોકોના મોત થયા છે તેમાંથી ૫૫ થી ૮૦ વર્ષની વય ગ્રુપના ચાર પુરૂષ અને બે મહિલા તેમજ એક ૩૧ વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં જિલ્લાના ૭  અને અમદાવાદનો એક કોરોના પોઝિટીવ દર્દીને સારવાર હેઠળ છે.જયારે એક કોરોનાગ્રસ્ત દર્દીને હિમતનગર સીવીલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા છે.