બાયડમાં ભૂલા પડેલા બાલાસીનોરના "બા"ને હેમખેમ ઘરે મોકલાયા ૧૫ દિવસથી ભટકેલા વૃધ્ધાને અભયમની ટીમે અડધી રાત્રિએ આશરો અપાવ્યો
કેતન પ્રણામી અરવલ્લી
અરવલ્લી બાયડના બસ સ્ટેનશમાં એક ઉમરલાયક વૃધ્ધા સુઇ રહ્યા છે એવો એક ફોન રાત્રિના સમયે ૧૮૧ અભયમના કંટ્રોલ રૂમે આવ્યો, ટીમ સજ્જ થઇ સીધી પંહોચી બાયડ ખાતે વૃધ્ધા જયાં સૂતા હતા ત્યાં પંહોચીને પુછ્યુ કે, બા તમારે ક્યાં જવું છે કેમ અહિ રોકાયા છો. થોડી વાતચીત કર્યા પછી ખબર પડી કે બા માનસિક રીતે અસ્વસથ્ય છે અને તેમની દિકરીને મળવા નીકળ્યા છે.
બે દિવસથી બાયડના બસ સ્ટેશનમાં રોકાયેલા માજીનું અભયમની ટીમે કાઉન્સેલીગ કર્યુ તો બા એ બે દિવસથી સરખા જમ્યા પણ ન હતા તો ટીમના ચેતનાબેન ચૌધરીએ જમવાનું આપી પાણી પીવડાવી વાત શરૂ કરવાનો પ્રયાસ કર્યો તો બા માંડ-માંડ બોલી શક્યા કે હું મહિસાગર જિલ્લાના બાલાસીનોર ગામની છું. ત્યાં મારૂ કોઇ નથી પણ અંહિ બાયડમાં મારી દિકરી પરણાવી છે તો મળવા આવી છું. ટીમે વૃધ્ધાએ જે ગામના નામ બોલ્યા હતા તે ગામમાં સંપર્ક કરતા ખ્યાલ આવો કે, બા તો ૧૫ દિવસ પહેલાથી જ ઘરેથી નીકળી ગયા હતા, જયાં આશરો મળે ત્યાં રોકાય જાય ને જમવા મળે તો જમી લે એમ ભટકતા ભટકતા છેક બાયડ સુધી આવી ગયા હતા.
જયાં અરવલ્લીની ૧૮૧ અભયમ ટીમે બાલાસીનોરના ગામના સંપર્ક કરતા સરપંચે કહ્યુ છે તેમની દિકરી બાયડના મોટી દેરોલી ગામે પરણાવી છે, ને તેમને મળવા તેઓ નીકળ્યા હતા, અભયમ ટીમે રાતે ૧૨ના ટકોરે બા ને પોતાની દિકરીના ઘરે મુકી આવ્યા
ઘરના આંગણે આમ અચાનક પોતાની મૉં ને જોઇ રડી પડતા નીરૂબેન રાવળે કહ્યુ કે અમે સગા-વ્હાલા બધે તપાસ કરી પણ ક્યાંય ભાળ મળી નહિ, પણ તમે મને મારી મૉં પાછી લાવી આપી, સંતાન માટે તો મૉ કોઇ પણ સ્વરૂપે સ્વીકાર્ય જ હોય છે.