TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

શામળાજી પોલીસે જાબુંડી નજીકથી XUV ગાડી માંથી ૨.૬૧ હજારનો દારૂ પકડાયો:બુટલેગર ફરાર

કેતન પ્રણામી અરવલ્લી

ઉત્તર ભારતના બુટલેગરો કન્ટેનર્સ, ટ્રક મારફતે કરોડો રૂપિયાનો વિદેશી દારુ ઠાલવી રહ્યા છે. પોલીસની આંખોમાં ધૂળ નાખવા બુટલેગરો લકઝુરિયસ કારમાં દારુની હેરાફેરી કરી રહ્યા છે. શામળાજી પોલીસે બોબીમાતા ચેકપોસ્ટ પાસે આવેલા જાંબુડી ગામ નજીકથી મહિન્દ્રા XUV કારમાંથી ૨.૬૧ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. બુટલેગરો અંધારાનો લાભ લઈ રફુચક્કર થઇ જતા શામળાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.શામળાજી પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને


તેમની ટીમે ગુરુવારે રાત્રીના સુમારે બોબીમાતા ચેકપોસ્ટ પર આવેલા જાબુંડી ગામની સીમમાં રાજસ્થાન રાજ્યમાંથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં મહિન્દ્રા XUV કાર (ગાડી નં . GJ 02 BP 0963) માં વિદેશી દારૂ ભરી આવનાર બે બુટલેગરો પોલીસ ચેકીંગ જોઈ ગાડી રોડ પર મૂકી ફરાર થઇ જતા પોલીસે XUV કારમાં તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૧૨૭ કિં.રૂ.૨૬૧૬૯૪ /- તથા મહિન્દ્રા XUV મળી કુલ રૂ.૧૨૬૧૯૪/- નો મુદ્દામાલ જપ્ત કરી અંધારાનો લાભ ફરાર થઇ જનાર બંને બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.