TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી નું પ્રાકૃતિક સૌંદર્ય ગુલમહોર માં ગુજરાતી ગીતનું શૂટિંગ નિહાળવા લોકો ઉમટી પડ્યા

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વાંટડા ખાતે આવેલા ગુલમહોર ફાર્મ પર ગુજરાતી ગીતના શૂટિંગ નું શુભ મુહૂર્ત યુવરાજસિંહ પુવાર ના હસ્તે આજ રોજ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એસ.કે ફિલ્મ પ્રોડક્શન તેમજ નીતિરાજસિંહ પુવાર દ્વારા ગીતના શુટિંગ પ્રસંગે ભવ્ય સફળતા માટે ની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.આ ગીત નું ડાયરેક્ટર શક્તિ પટેલ તરફ થી કરાયું હતું.. આ ગીત માં કલાકાર તરીકે જીત બારોટ, જીન્નત ખાન, દુર્ગા ઓઝા, વૈષ્ણવી ગોંડલીયા, યુનુસ ખેરડા એ આ ગીતમાં અભિનય કર્યો હતો.ગીત ના શૂટિંગ સમયે મોટી સંખ્યા માં સ્થાનિકો ઉમટી પડ્યા હતા..

પ્રકૃતિની ગોદમાં આવેલા આ ગીતના શબ્દો જેમ ગુંજતા ગયા ત્યારે શૂટિંગમાં હાજર રહેલા ગ્રામજનો પણ ઝૂમી ઉઠયા હતા.

કેતન પ્રણામી અરવલ્લી