TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી ના હેલોદર ગામના ડબલ મર્ડર કેસનો પાંચમો આરોપી ભૂરા ખાંટ ને માલપુર પોલીસે દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો

કેતન પ્રણામી અરવલ્લી 





માલપુર તાલુકાના હેલોદર (ભોલા ભાઠોડા) ગામે આડા સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો. જેમાં ગામની મહિલા સાથે આડા સબંધ રાખનાર વિક્રમભાઈ ઉજમા ભાઈ પગી સાથે ગયેલા તેના પિતરાઈ ભાઈ મનુભાઈ લેંબાભાઈ પગીને ગામના જ બાબુભાઇ રામાભાઈ પગી તેના ભાઈ અને અન્ય ત્રણ શખ્શોએ ભેગા મળી ગામની સીમમાં ઢીમ ઢાળી દીધું હતું. પિતરાઈ ભાઈ સાથે જનાર યુવકનો પણ આડા સંબંધમાં ભોગ લેવાતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ઘટનાની ગંભીરતાના પગલે જીલ્લા પોલીસવડા સંજય ખરાત, ડીવાયએસપી ભરત બસિયા અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતા.માલપુર પોલીસે બંને યુવાનોની લાશને પીએમ માટે ખસેડી દીધી હતી. હત્યાનો ભેદ ઉકેલવા સ્થાનિક પોલિસી


અને વિવિધ એજન્સીઓ તપાસમાં જોતરાઈ હતી. ડીવાયએસપી ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે બંને યુવકોની હત્યાનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલી નાખી ગામના જ બે સગ્ગા ભાઈ અને અન્ય બે હત્યારાઓની ધરપકડ કરી ૪ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. હત્યામાં સંડોવાયેલ દેવદાંતીનો વિજય ઉર્ફે ભુરા ઉદાભાઈ ખાંટ નામનો હત્યારો ફરાર થઈ જતા માલપુર પોલીસે હત્યારાને ઝડપી પાડવા વિવિધ ટીમ બનાવી બાતમીના આધારે ઝડપી પાડી હેલોદર ગામે ખેલાયેલ ખૂની ખેલના તમામ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.માલપુર તાલુકાના હેલોદર ગામે થયેલા ડબલ હત્યામાંમાં સંડોવાયેલ ૪ આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા હત્યાનો ભેદ ઉકેલાઈ જતા હત્યામાં સામેલ વિજય ઉર્ફે ભુરા ખાંટ નામનો આરોપી પોલીસ પકડથી બચવા ફરાર થઈ જતા માલપુર પીએસઆઈ એન. એમ. સોલંકીએ વિવિધ ટીમ બનાવી જીલ્લા સહીત અન્ય જગ્યાએ શોધખોળ હાથધરી હતી. હત્યારાને ઝડપી પાડવા બાતમીદારોને સક્રિય કર્યા હતા અને હત્યારાને દેવદાંતીથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ડબલ મર્ડર કેસના તમાંમ આરોપીઓને ગણતરીના દિવસોમાં દબોચી લેવામાં સફળ રહેતા માલપુર પોલીસ અને જીલ્લા પોલીસતંત્રની ત્વરિત કામગીરીની પીડીત પરિવાર અને લોકોએ સરાહના કરી હતી.