TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ દેવરાજ ધામ ખાતે ભાદરવા સુદ બીજ ઉત્સવ કાર્યક્રમ કોરોના ને લઈને આ વર્ષે રદ કરવાની દેવરાજ ધામ ના ગાદીપતિ ધનગીરી બાપુએ ભક્તોને આપ્યો સંદેશ

કેતન પ્રણામી અરવલ્લી


           અરવલ્લી જિલ્લાના મોડાસા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ દેવરાજધામ ખાતે આ વર્ષે કોરોના ની મહામારી ને લઈને  ભાદરવા સુદ બીજ નો મેળો  બંધ રાખવાની દેવરાજ ધામના  ગાદી પતિ ધનગીરી બાપુએ જાહેરાત કરી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીજનો મેળો બંધની સાથે દર્શન તેમજ ભજન,સત્સંગ, સંત વાણી જેવા કાર્યક્રમો પણ  સદંતર બંધ રાખેલ છે તેથી આગમચેતી ભવિષ્ય ભાખનારા અને  વિશ્વ વિખ્યાત સંત દેવાયત પંડિત અને દેવલ દે ની જીવિત સમાધિ સ્થાનક દેવરાજ ધામ ખાતે  આ વર્ષે  ભજન ,ભોજન, અને ભક્તિના ત્રિવેણી સંગમના

મેળાને કોરોનાનું ગ્રહણ લાગવાના કારણે તમામ કાર્યક્રમો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દરવર્ષે યોજાતા ભાદરવી બીજ ના મેળા માં લાખોની મેદનીમાં ભકતો દર્શન અને નેજાઓ તેમજ રથ લઈને દેવરાજ ધામ ના મંદિર દર્શન કરતાં હોય છે

ત્યારે આ વર્ષે ધનગીરી મહારાજે કોરોના ને લઈને તેમજ સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ  બીજનો મેળો પણ  બંધ રાખવાની નક્કી કરેલ છે ત્યારે ભક્તોને તેમજ જાહેર જનતાને ભાદરવા સુદ બીજ નો ઉત્સવ દેવરાજ ધામે રદ કરતા  ઘરે રહી પ્રાર્થના ,આરતી કરી બીજનો ઉત્સવ ઉજવે તેવું ધનગિરિ મહારાજે લોકોને સંદેશો આપ્યો હતો.