TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

જિલ્લામાં એચ એસ.સી (વિ.પ્ર) માટે ગુજકેટની પરીક્ષા-૨૪ ઓગસ્ટ રોજ યોજાશે : ગુજકેટની પરીક્ષા ૧૨૦ બ્લોકમાં ૨૪૦૦ વિધાર્થીઓ પરીક્ષા આપશે.

કેતન પ્રણામી અરવલ્લી

             ગુજરાત માધ્યમિક અને  ઉ મા. બોર્ડ શિક્ષણ બોર્ડ  ગાંધીનગર દ્રારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( ગુજકેટ) પરીક્ષા-૨૦૨૦ તા ૨૪/૮/૨૦૨૦ના રોજ સવારે ૯-૩૦ કલાકથી બપોરના ૪-૩૦ કલાકે મોડાસાની વિવિધ સ્કુલોના ૧૨૦ બ્લોકમાં યોજાશે. એચ એસ સી (વિ. પ્ર) ગુજકેટ પરીક્ષા મોડાસાની શ્રી. કે.  એન. શાહ હાઇસ્કુલમાં ૨૪૦  વિધાર્થીઓ, સી. જી. બુટાલા સર્વોદય હાઇસ્કુલ  યુનિટ-૧માં ૨૦૦ વિધાર્થઓ, સી. જી.

બુટાલા સર્વોદય હાઇસ્કુલ  યુનિટ-૨ ૨૦૦ વિધાર્થઓ, એચ. એલ. પટેલ સરસ્તી વિધાલયમાં-૨૪૦ વિધાર્થી જે.બી શાહ. ઇગ્લીશ મડીયમ હાઇસ્કુલ ૨૪૦  પ્રાર્થના વિધાલય., મદાપુર કંપા, મોડાસા યુનિટ-૧માં ૨૪૦ વિધાર્થીઓ, પ્રાર્થના વિધાલય મદાપુર કંપા-૨૪૦ વિધાર્થઓ, જીનિયસ ઇસ્યુટીટમાં ૨૦૦ વિધાર્થીઓ, બ્રાઇટ જુનિયર  સાયન્સ , કોલેજ ખાતે ૨૦૦ વિધાર્થીઓ બ્રાઇટ જુનિયર સાયન્સ કોલેજ-૨૦૦ વિધાર્થીઓ, ચાણકય વિશ્વ વિધાલય મોડાસા ખાતે ૨૦૦ વિધાર્થીઓ, બી. કનાઇ હાઇસ્કુલ  સબલપુર ૨૦૦ વિધાર્થીઓ પરીક્ષા આપશે. આમ મોડાસા ખાતે વિવિધ સ્કુલોમાં ૧૨૦ બ્લોકમાં ૨૪૦૦ વિધાર્થીઓ પરીક્ષા આપશે એમ અરવલ્લી,જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ  એક અખબારી યાદી દ્રારા જણાવ્યું  છે.