TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી મોડાસા માં વ્યાજખોરો ના ત્રાસથી થી આખરે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ચાર વ્યક્તી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

કેતન પ્રણામી અરવલ્લી



કોરોના કપરા કહેર વચ્ચે રોજગાર ધંધા પડી ભાગતા અરવલ્લી માં વ્યાજખોરો દ્વારા 10% ટકા વ્યાજે  પૈસા આપી પઠાણી ઉઘરાની કરતા હોવાની ચર્ચાઓ લોક મુખે ચર્ચાઈ રહી છે



 સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો દ્વારા તગડી ઉઘરાણી ના કિસ્સાઓ જોવા મળતા હોય છે
ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગ વ્યાજ ના ચક્રમા ફસાઈ પોતાનું જીવન ટુંકાવતા હોય છે
    ત્યારે અરવલ્લી મોડાસા ના ફાઈનાન્સર સહીત ચાર વ્યક્ત્તિઓ સામે 7 ટકા વ્યાજની વસુલાત માટે જાન થી મારી નાખવાની તેમજ  ધમકીઓ આપવા સહીત ની ફરિયાદ આપવામાં આવી છે ફરિયાદી  દ્વારા વ્યાજની રકમ તેમજ વ્યાજ આપી દીધા હોવા છતાં ચેક જેવા ડોકયુમેન્ટ પાછા ન આપતા તેમજ વ્યાજ માગી ધમકાવતા ફરિયાદીએ મોડાસા પોલીસ નો આશરો લીધો હતો.
 ફરિયાદી મનુભાઈ પૂજાભાઈ પટેલે....મેહુલભાઈ વસંતભાઈ જોશી પાસે થી દોઢ ટકા ના વ્યાજે 2.30 લાખ લીધા હતા.. તેમજ તેઓએ પરત આપી દેતા પોતાના ચેક લેવા જતા મેહુલભાઈ જોશી એ સાત ટકા ના વ્યાજ ગણી 91હજાર ઉઘરાણી કરી ધમકાવતા...ફરિયાદી માનસિક ટેન્શન મા આવી પોલીસ સ્ટેશન જઈ ચાર વ્યક્તી સામે ફરિયાદી કરતા... મોડાસા પોલીસે ફરિયાદ મુજબ કાદેસર ગુન્હો નોંધી. આગળ ની કાર્યવાહી હાથધરી હતી