TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

*ભિલોડાના માંકરોડા ગામે ઘર આગળ ખુલ્લામાં જુગારધામ ધમધમ્યુ : ભિલોડા પોલીસે ૫ શકુનિઓને ૧.૨૬ લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા*

અરવલ્લી જીલ્લામાં
શ્રાવણ મહિનામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ જુગારની બદી ફૂલીફાલે છે શકુનિઓ પોલીસ પકડથી બચવા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા જુગારધામમાં ધામા નાખતા હોય છે. ત્યારે ભિલોડાને અડીને આવેલા માંકરોડા ગામે રાજેશ જીવાભાઈ ખરાડી નામનો શખ્શ ઘર આગળ જુગાર રમાડતો હોવાથી

આજુબાજુથી શકુનિઓ જુગાર રમવા પહોંચતા હોવાની બાતમી ભિલોડા પીએસઆઈ કે.કે રાજપૂતને મળતા માંકરોડા ગામે ત્રાટકી ૫ શકુનિઓને 1.26 લાખના મુદ્દામાલ સાથે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ભિલોડા પોલીસે માંકરોડા ગામે રાજેશ જીવાભાઈ ખરાડીના ઘર બહાર ખુલ્લી જગ્યામાં 5 શકુનિઓ હારજીત પાનાંનો જુગાર માંડીને બેઠા હતા ભિલોડા પોલીસ ત્રાટકતા ખેલીઓના ખેલમાં ભંગ પડ્યો હતો ગોળ કુંડારુ વળી જુગાર રમતા ઝડપી પાડી શકુનિઓ પાસેથી રોકડ રકમ રૂ .40.400 તેમજ મોબાઈલ નંગ -3 કી.રૂ .26000 તથા પલ્સર મોટર સાયકલ તથા સ્પેન્ડર મોટરસાયકલની કી.રૂ .60000મળી કુલ કી.રૂ .1,26,000 ના મુદામાલ સહીત 5 જુગારીઓને ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

કેતન પ્રણામી
અરવલ્લી