TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

સંચાલકોની રોજગારી માટે છુટછાટ આપવા જિલ્લા અધિક કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું

કેતન પ્રણામી અરવલ્



કૉરોના વાઇરસની મહામારીથી જાહેર થયેલા લોક ડાઉનથી બંધ પડેલા સાઉન્ડ સંચાલક તેમજ ડીજે સંચાલકોની હાલત કફોડી બની છે, ત્યારે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તમામ લોકો પહોંચી આવેદનપત્ર આપ્યું હતું

. લોક ડાઉનથી કલા જગતના તમામ કલાકારોની રોજગારી પર માઠી અસર પડી છે.કલાકારો રોજગારી વિના મુંઝવણમાં મુકાયા છે,જિલ્લાના મોટા ભાગના સંચાલકોની પોગ્રામ પર નિર્ભર હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવા હવે કોઈ વિકલ્પ દેખાતો નથી,અનલોક-૪ માં સરકારશ્રી નવી ગાઈડ લાઈન સાથે અનેક ધંધા રોજગારને મંજૂરી આપી ધમધમતા કરી દીધા છે,અમો સૌ કલાકરો અને સાઉન્ડ સિસ્ટમના સંચાલકોને ધાર્મિક,સામાજિક,સરકારી સહિતના કાર્યક્રમોમાં ભાગ લઈ રોજગારી મેળવી શકીએ એ માટે સરકારની ગાઈડ લાઈન મુજબ મંજૂરી આપવા રજૂઆત કરી હતી.