TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

ધનસુરા ના આકરૂન્દ ગામે મહિલાના ગળાના ભાગે છરીનો ઘા મારી હત્યાના પ્રયાસના ગુન્હાના આરોપીઓને શોધી કાઢી પકડી ગુન્હો ડીટેકટ કરતી એલ.સી.બી. અરવલ્લી

કેતન પ્રણામી અરવલ્લી


શ્રી અભય ચુડાસમા, પોલીસ મહાનિરીક્ષકશ્રી ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા શ્રી સંજય ખરાત, સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લી, મોડાસા તથા શ્રી બી.બી. બસિયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોડાસા વિભાગ, મોડાસા નાઓ તરફથી ધનસુરા પોલીસ સ્ટેશન દાખલ થયેલ હત્યાના ગુન્હાના આરોપીઓને શોધી કાઢવાની કામગીરી કરવા સારૂ સૂચના આપવામાં આવેલ હતી.
ગઇ તા.૦૫.૦૯.ર૦ર૦ નારોજ મોજે આકરૂન્દ તા.ધનસુરા ગામની સીમમાં આ કામના ફરીયાદી વિજયગીરી ભુરગીરી ગોસ્વામી હાલ રહે. મધુરમફાર્મ, સરકારી પુસ્તકાલય સામે બાયડ તા.બાયડ જી.અરવલ્લી નાઓ તથા તેમની પત્ની નામે પારૂલબેન બંન્ને જણા મોટર સાયકલ ઉપર જતા હતા દરમ્યાન આકરૂન્દ ગામની સીમમાં રોડની બાજુમાં ફરીયાદીએ મોટર સાયકલ પેશાબ કરવા સારૂ ઉભી રાખેલ અને બાજુમાં ગયેલ. તે વખતે આ કામના આરોપીઓએ તિક્ષ્ણ હથિયારથી પારૂલબેનને ગળાના ભાગે ઇજાઓ કરી નાસી ગયેલ.સદર ગુન્હો વણ શોધાયેલ હોઇ, જે શોધી કાઢી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને અટક કરતાં તેઓની પાસેથી મળેલ માહિતી મુજબ આ કામના ફરીયાદીશ્રીએ તેની પત્નીને મારી નાખવા સારૂ આ કામના આરોપીઓને સોપારી આપી બોલાવેલાની હકીકત જણાઇ આવેલ છે. જેમાં તેને સોપારી આપવા માટે સૌ પ્રથમ બાયડ મુકામે રહેતા આરોપી વિનોદભાઇ ફોગતભાઇ લુહાર નાઓને રૂપિયાબે લાખની સોપારી આપેલ. અને તેઓએ અમદાવાદથી માણસો બોલાવી પારૂલબેન તથા વિજયભાઇ આકરૂન્દ પોતાના વતનમાં જતા હતા તે દરમ્યાન મોટર સાયકલ ઉપર (૧) અલ્કેશ બેરવા રહે.જવાર ચોક, મ્યુનિસિપાલીટી સ્કુલની બાજુમાં,અમદાવાદ તથા (ર) ગાંડો જેનું પુરુ નામ મળેલ નથી તે ઇસમોએ આવી પારૂલબેનને તિક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ઇજા કરેલાની હકીકત જણાઇ આવેલ છે. જેમાં અમદાવાદ મુકામેથી વિનોદભાઇ ફોગતભાઇ લુહાર નાને પકડી પાડવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ-
(૧) વિનોદભાઇ ફોગતભાઇ લુહારને કબીર ચોક, અમદાવાદ મુકામેથી પકડવામાં આવેલ છે.
(સોપારી લેનાર)
(ર) વિજયગીરી ભુરગીરી ગોસ્વામી હાલ રહે. મધુરમફાર્મ, સરકારી પુસ્તકાલય સામે બાયડ તા.બાયડ જી.અરવલ્લી (સોપારી આપનાર)
પકડવાના બાકી આરોપીઃ-
(૧) અલ્કેશ ભીખાભાઇ બેરવા રહે.જવાર ચોક, મ્યુનિસિપાલીટી સ્કુલની બાજુમાં,અમદાવાદ
(તિક્ષ્ણ હથિયારથી ઇજા કરનાર)
(ર) ગાંડો જેનું પુરુ નામ મળેલ નથી. (તિક્ષ્ણ હથિયારથી ઇજા કરનાર)