TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

રેન્જ આઈ.જી.અભય ચુડાસમાએ ઇસરી P.I આર.આર તાબીયાડ ને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ફફડાટ

કેતન પ્રણામી અરવલ્લી


અરવલ્લીના ઇસરી પોલીસ મથક વિસ્તારના મોટી મોરી ગામેથી ખેતરમાંથી મળેલ મૃતદેહમાં હત્યાની ફરિયાદ નોંધાઇ હતી. અને તેમાં બે સગા ભાઈની આરોપીઓ તરીકે ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. જો કે, પાંચ મહિના પછી મૃતક યુવક વતન પરત આવતા ચકચાર મચી જવા પામી હતી ખરેખર જો મૃતક જીવે છે તો પોલીસે દફનાવી દીધેલ મૃતદેહ કોનો એ અંગે રહસ્ય છુપાયેલ જોવા મળ્યું છે સાથે સાથે આરોપીઓએ હત્યા કર્યાનું કઇ રીતે કબુલ્યું તે અંગે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા ઇસરી પોલીસ નવેસરથી તપાસમાં લાગી ગઈ હતી ત્યારે આ અંગે ઉચ્ચ કક્ષાએ તાપસ થશે કે નહિ...? ની ચર્ચા વચ્ચે નવનિયુક્ત રેન્જ આઈ જી અભય ચુડાસમાએ અરવલ્લીના ઇસરી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર.તાવીયાડે હત્યાનો ગુન્હો ઉકેલવામાં કરેલી ગંભીર બેદરકારી દાખવી હોવાનું ફલીત થતા પીઆઈને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.


ઘટનાની વિગતમાં વાત કરીએ તો, અરવલ્લીના ઇસરી પોલીસ મથક હેઠળના રાજસ્થાન સરહદે આવેલ મોટી મોરી ગામે ગત 6 ફેબ્રુઆરીના રોજ ખેતર પાસે એક યુવકનો મૃતદેહ ચાદરમાં લપેટલ હાલતમાં મળી આવ્યો હતો. સમગ્ર ઘટનામાં એક નવો જ વળાંક આવ્યો હતો. ત્યારે ખરેખર જો ઈશ્વર મનાતની હત્યા નહોતી થઈ તો એ મૃતદેહ કોનો હતો. પોલીસે મૃતક ઈશ્વર મનાતના ભાઈઓને દબાણ કરીને હત્યા કર્યું હોવાનું કબૂલ્યું હતું કે કેમ.તે અંગે તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું હતું
મૃતક ઈશ્વર મનાત પોતાના વતન પરત આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો પાંચ મહિના ગુમ રહેવા મામલે ઈશ્વરે ત્યારે જણાવ્યું કે, હું મજૂરીકામ અર્થે જૂનાગઢ ગયો હતો અને લોકડાઉનના કારણે ફસાઈ ગયો હતો. તો મારી જગ્યાએ મારા નામે પોલીસે બીજા કોઈનો મૃતદેહ દફનાવી મારા ભાઈઓને ખોટી રીતે જેલમાં મોકલ્યા છે અને ખોટી રીતે હત્યા કરી હોવાની કબૂલાત કરાવી છે. તો આ મામલે ઈશ્વરના ભાઈઓએ પણ જણાવ્યું કે, ઇસરી પોલીસે ગાડીમાં લઈ જઈ માર મારી હત્યા કરી હોવાનું કબૂલવા મજબૂર કર્યા હતા. સમગ્ર મામલે ઈસરી પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ હતી અને હત્યાનો ભેદ ઉકેલવાની લાહ્યમાં કાચું કાપી નાખ્યું હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું હતું ત્યારે ગાંધીનગર રેન્જ આઈ જી અભય ચુડાસમાએ ઈસરી પી આઈ આર.આર.તાવીયાડને ફરજ મોકૂફ કરતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.