મેઘરજ જુગારના કેસના આરોપી ના ખીસામાં થી પોલીસે પૈસા પડાવ્યા ના આક્ષેપ સાથે આરોપી ની પત્નીનો ઓડિયો થયો વાઇરલ
કેતન પ્રણામી અરવલ્લી
મેઘરજ હદ વિસ્તારમાં વસીમ મોસીન અને સનાજી નામ ના કોસ્ટેબલો જુગાર તેમજ દારૂના ધંધા ચલાવી પૈસા ઉઘરાવી રહ્યાની ચર્ચઓ પણ લોક મુખે સાભળવા મળી રહી છે
અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસ હદ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમય થી લાખો રૂપિયાનો જુગાર રમાઈ રહ્યો છે ત્યારે અમુક પોલીસ કોન્સ્ટેબલો અધિકારી ની જાણ બહાર હપ્તા ઉઘરાવી જુગારધામ અંદર ખાને ચલાવ તા હોય છે જાણે પરમિશન આપી હોય તેમ જુગાર ધામ ધમધમી રહ્યા છે.
ત્યારે થોડા દિવસ પેહલા જુગાર રમતા જુગારીયાઓ ઝડપાયા હતા.. તેમાં પોલીસ દ્વારા સાચી રકમ ન બતાવી 30,200 રકમ નો ગુન્હો દાખલ કરીયો હતો. ત્યારે આરોપીના કિસ્સા મા રહેલ 25000 પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધરાજે પડાવી લીધા નો આક્ષેપ આરોપીની પત્નીએ કોન્સ્ટેબલ જોડે ની વાતચીત નો ઓડિયો વાઇરલ કરવામાં આવ્યો હતો. તેમજ મેઘરજ આરોપી ની પત્નીએ મદીનાબેન ચડી એ ઉચ્ચકક્ષા અરજી લખી રજુવાત કરવામાં આવી છે તેમજ મેઘરજ હદ વિસ્તારમાં વસીમ. મોસીન અને સનાજી નામ ના કોસ્ટેબલો જુગાર તેમજ દારૂના ધાંધા ચલાવી પૈસા ઉઘરાવી રહ્યા હોય તેવી ચર્ચઓ પણ લોક મુખે ચર્ચાઈ રહી છે..
ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસવડા આવા પોલીસ કોસ્ટેબલો ને સસ્પેન્ડ કરી કાયદો વ્યવસ્થા સ્થાપે તેવી લોકો ની માંગ છે