TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તેમજ જિલ્લા વહિવટી તંત્ર, અરવલ્લીના સહયોગથી મહિલાઓમાં પોતાના હક તેમજ હીતોનું રક્ષણ

બ્યૂરો રિપોટ. કેતન પ્રણામી મોડાસા અરવલ્લી.           અરવલ્લી જિલ્લામાં બંધારણ દિવસ અને મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવણી નિમિતે કાયદાકીય જાગૃતિ શિબીર યોજાઈ
મોડાસા, શનિવાર – ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તેમજ જિલ્લા વહિવટી તંત્ર, અરવલ્લીના




સહયોગથી મહિલાઓમાં પોતાના હક તેમજ હીતોનું રક્ષણ કરી શકે તેવા મહિલા વિષયક કાયદાકીય જાગૃતિ માટે શિબીરનું આયોજન ગુજરાત રાજ્ય મહિલા આયોગના માન. શ્રીમતી લીલાબેન અંકોલીયાના અધ્યક્ષસ્થાને મોડાસાના






મહાલક્ષ્મી ટાઉનહોલ  ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહિલા આયોગના અધ્યક્ષશ્રી લીલાબેન અંકોલીયાએ જણાવ્યુ હતું કે કાયદાકીય જાગૃત શિબીરથી મહિલાઓને બંધારણમાં આપેલા પોતાના હકોથી વાકેફ થાય અને તેને અનુસરીને મહિલાઓને થતો અન્યાય દૂર કરે તથા મહિલાઓમાં જાગૃતતા આવવાથી સરકારની વિવિધ મહિલાલક્ષી લાભો મેળવતી થઈ છે અને મહિલાઓ પૂરૂષો સમોવડી બની છે મહિલાઓ નારી અદાલતો દ્વારા મહિલાઓના પ્રશ્નોનો જલદીથી ઉકેલ લાવી શકી છે મહિલાઓ સખી મંડળો, સ્વ સહાયક જૂથો જેવા મંડળો બનાવી બચત કરતી અને રોજગારી મેળવતી થઈ છે.ઘણી બહેનો લઘુ ઉધ્ધોગ કરી અગરબત્તી,બ્યૂટી પાર્લર, સિવણ જેવા ધંધા કરી રોજગારીની વિવિધ તકો ઉભી કરી રહી છે મહિલાઓને ૩૩ ટકા અનામત મળતા પોલીસ વિભાગ, એસ.ટી મા કંડક્ટર તરીકે તેમજ અન્ય સરકારી કચેરીઓમાં મહિલાઓનુ યોગદાન રહેલ છે.





વધુમાં અધ્યક્ષશ્રીએ બેટી બચાવો બેટી પઢાઓ, બાળકીની ભ્રૂણ હત્યા અટકાવો અને સ્વચ્છતા જાળવવા પર ખાસ ભાર મુક્યો હતો અને દિકરા – દિકરીના ભેદભાવ ન રાખવા જણાવ્યું હતું આ ઉપરાંત મહિલાઓની કાયદાકીય જાગૃતિ, નારી અદાલત તેમજ ૧૮૧ મહિલા અભયમનો સમય પ્રમાણે ઉપયોગ કરવા તેમજ બાળકોનું ચિંતન કરવા અને મહિલાઓને શિક્ષણ મેળવવા ખાસ અનુરોધ કર્યો હતો
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામેલીયાએ  મહિલાઓની અમલિત યોજનાઓ ગ્રામપંચાયતના સરપંચો અને આંગણવાડીના કાર્યકરો દ્વારા યોજનાકીય જાણકારી આપી તેનો લાભ લેવા જણાવ્યું હતું
આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વનિતાબેન પટેલે મહિલાઓ માટેના આપેલા હકો મેળવવા માટે મહિલાઓને એક થવા જણાવ્યુ હતું
બાળસુરક્ષા અધિકારીશ્રી નિલેશભાઈએ મહિલાઓના બંધારણના કાયદાકીય હકો તેમજ બાળકોના બંધારણના કાયદાકીય હકોની વિસ્તૃત માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં મોડાસાના પ્રાંત અધિકારીશ્રી મયંક પટેલ, મહિલા આયોગના અગ્રણી, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ ઈલાબેન, ૧૦૮ અભયમના ચેતનાબેન પટેલ, સી.ડી.પી.ઓ શ્રી, મહિલા શક્તિ કેન્દ્રનો સ્ટાફ, કાર્યકર બહેનો વગેરે બહોળી સંખ્યામાં મહિલાઓ  ઉપસ્થિત રહ્યા હતા.