TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

૧૯ વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુ મામલે સમગ્ર રાજ્યમાં ભારે પડઘા પડતા અને અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની ઢીલી નીતિનો આક્ષેપ થતા પોલીસ

બ્યૂરો રિપોટ.કેતન પ્રણામી અરવલ્લી.

"સાયરા નિર્ભયા કેસ:CID ક્રાઈમના તપાસના ધમધમાટ વચ્ચે ત્રણે આરોપીઓના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર"

મોડાસાના સાયરા (અમરાપુર)ની ૧૯ વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુ મામલે સમગ્ર રાજ્યમાં ભારે પડઘા પડતા અને અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની ઢીલી નીતિનો આક્ષેપ થતા પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવતા રવિવારે સી.આઈ.ડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસપી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપી અશ્વિન પટેલ સહિતની ટીમ મોડાસા પહોંચી ધમધમાટ શરુ કર્યો છે સાયરા (અમરાપુર) નિર્ભય કેસ સંભાળી લઈ તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે બીજીબાજુ “નિર્ભયા” કેસમાં સંડોવાયેલા ત્રણે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને કોર્ટ માં રજુ કરી સરકારી વકીલે સીઆઈડી ક્રાઇમની તપાસમાં ત્રણ આરોપીઓ માંથી બે આરોપીઓના મૃતક યુવતી સાથે સંપર્ક હોવાનું ખુલતા વધુ તપાસ અર્થે ૫ દિવસના રિમાન્ડની માંગ કરતાં જેથી કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.સાયરા કેસમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કરતા પોલીસ ધરપકડ કરી હતી જ્યારે સતીષ ભરવાડ નામનો આરોપી હજુ પણ ફરાર છે.અરવલ્લી જીલ્લા પોલીસે ત્રણે આરોપીઓને કોર્ટમાં રજુ કરતાં ૫ દિવસના રિમાન્ડ પછી એક આરોપીએ મૃતક યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યાનું કબુલ્યું હતું સરકારી વધુ 5 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે ૩ દિવસના




રિમાન્ડ મંજુર કર્યા હતા અરવલ્લી જીલ્લા પોલીસતંત્રના ધમધમાટ વચ્ચે પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પાસે તપાસ આંચકી લઈ સીઆઈડી ક્રાઈમને સોંપતા ડીઆઈજી ગૌતમ પરમારના નેતૃત્વમાં રવિવારથી ધમધમાટ શરુ કરતાં ઝીણવટભરી તપાસ આદરી દીધી છે આરોપીઓ મૃતક યુવતીના સંપર્કમાં હોવાથી અને એફએસએલ રિપોર્ટ પણ બાકી હોવાથી અને સીઆઈડી ક્રાઈમને કસ્ટોડિયલ ઈંસ્ટ્રોગેશનની જરૂરિયાત જણાતા વધુ ૫ દિવસના રિમાન્ડની માંગ કરતા નામદાર કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું સરકારી વકીલ ડી.એસ.પટેલે જણાવ્યું હતું.