કુડૉલ પ્રાથમિક શાળાના આચાર્ય એધોરણ૮માંભણતીવિદ્યાર્થિનીનીછેડતી કરતા હોબાડો
બ્યૂરો રિપોટ. કેતન પ્રણામી અરવલ્લી
સરકારના “બેટી બચાવો બેટી પઢાવો” ના સૂત્રો વચ્ચે શાળાઓમાં લંપટ શિક્ષકો દ્વારા થતી વિદ્યાર્થીનીઓની છેડતીની ઘટનાઓ સતત બનતી રહેતા “બેટી પઢાવો પછી પહેલા બેટી બચાવો” ના નારા ગુંજે તો નવાઈ નહિ રાજ્યમાં શિક્ષણનું સ્તર દિવસેને દિવસે નીચું જઈ રહ્યું છે. રાજ્યમાં દિનપ્રતિદિન લંપટ શિક્ષકોની સંખ્યા વધતી જાય છે.ત્યારે આવી જ એક ઘટના અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના કુડોલ ગામે સામે આવી છે.શાળાના આચાર્યએ શિક્ષણના પાઠ ભણવાનું ભૂલીને વરુ બની ધોરણ-૮ ની વિદ્યાર્થિનીની છેડતી કરતા હોબાળો મચી ગયો હતો.અને કુડોલ પ્રાથમિક શાળાના હવસખોર આચાર્ય કિરીટ.આર.પટેલે ધોરણ-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી અડપલાં કરી છેડતી કરતા વિદ્યાર્થિનીએ ઘરે પહોંચી પરિવારજનોને જાણ કરતા શાળાએ દોડી ગયા હતા.શિક્ષકે શિક્ષણ જગતના લીરેલીરા ઉડાવી દેતી ઘટનાના પગલે ગ્રામજનોએ હોબાળો મચાવી આચાર્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી
કરવામાં આવેની માંગ કરી હતી આચાર્ય તેના કાળા કરતૂતનો પર્દાફાશ થતા ઓફિસમાં ટેબલ નીછે છુપાઈ ગયો હતો જીલ્લા પ્રાથિમિક શિક્ષણાધિકારી અને તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું.વિદ્યાર્થિનીએ પરિવારજનોને આચાર્યે તેની સાથે કરેલી હરકતની જાણ કરતા પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે રોષ છવાયો હતો અને શાળાએ પહોંચી હોબાળો મચાવી લંપટ આચાર્યને જેલના સળિયા પાછળ ધકેલી દઈ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેની માંગ કરી હતી.કિરીટ રમણભાઈ પટેલ નામના લંપટને મનમાં વાસનાનો કીડો સળવળતા ત્રણ દિવસ અગાઉ ધો-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને તેની ઓફિસમાં કામ છે કહી ત્રણ-ચાર વિદ્યાર્થીનીઓને બોલાવી એક વિદ્યાર્થિનીને ઓફિસમાં ઉભી રાખી અન્ય છોકરીઓને ઓફિસની બહાર નીકળી જવાનું જણાવી વિદ્યાર્થિનીને અડપલાં કરી વિદ્યાર્થીની પાસે બિભસ્ત માંગણી કરતા હોબાડો મચી ગયો હતો
