મોડાસાઃ કુડૉલ પ્રા.શાળાના લંપટ આચાર્યને જેલના સળિયા પાછળ ધકેલાયો : માતાએ પોક્સો એક્ટ હેઠળ નોંધાવી ફરિયાદ
કુડૉલ પ્રાથમિક શાળામાં આ ઘટનાના પગલે નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્ટાફ અને મોડાસા રૂરલ ડીવાયએસપી ઈશ્વર પરમાર અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી લંપટ આચાર્ય કિરીટ પટેલની અટકાયત કરી હતી છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીની માતાએ હવસખોર આચાર્યને પાઠ ભણાવવા માટે મોડાસા રૂરલ પોલીસસ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી
હતી.મોડાસા તાલુકાની કુડોલ પ્રાથમિક શાળાના હવસખોર આચાર્ય કિરીટ.આર.પટેલે ધોરણ-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી અડપલાં કરી છેડતી કરતા વિદ્યાર્થિનીને ઘરે પહોંચી પરિવારજનોને જાણ કરતા શાળાએ દોડી ગયા હતાવિદ્યાર્થિનીને માતાએ હિંમત આપતા ભોગ બનેલી વિદ્યાર્થિની માતાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કિરીટ .આર.પટેલ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા મોડાસા રૂરલ પોલીસે કિરીટ પટેલને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
બ્યૂરો રિપોટ. કેતન પ્રણામી અરવલ્લી
