કોરોના વાયરસથી બચવા માટે નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી અરવલ્લી ધ્વારા જનજાગૃતિ સંદેશ આપવામાં આવ્યો
મોડાસા – શનિવાર, વિશ્વમાં દિવસે ને દિવસે કોરોનો વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે તો આવા સમયે અરવલ્લી જિલ્લામાં પણ વાયરસથી બચવા માટે નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી અરવલ્લી ધ્વારા જનજાગૃતિ સંદેશ આપવામાં આવ્યો છે.
જેમાં સાવચેતીના પગલા રૂપે ભીડભાડ વાળી જગ્યાએ જતાં પહેલા મોઢે માસ્ક પહેરીને જવું, આ વાઇરસ હાથના સ્પર્શથી ફેલાતો હોઈ હાથ સાબુથી ધોવા, શરદી-ખાસી ના દર્દીઓથી અંતર રાખવું, હરદળ મીઠા વાળા પાણીના કોગળા કરવા, તુલસી,
કાળામરી,સૂંઠ(આદું), લીમડાની ગળો તથા ગોળ નાખી ઉકાળો બનાવી દિવસમાં બે વાર પીવું, ગુગલ, કપૂર, લીમડાના પાન વગેરેનો સવાર-સાંજ ઘરમાં ધૂપ કરવો, વાસી તેમજ ઠંડા પીણાં , દૂધની બનાવટ વગેરેથી દુર રહેવું, આહારમાં આદું, હળદર, લસણ,મગ,અજમો, ફૂદીનો તથા સરગવાનો વિશેષ ઉપયોગ કરવો, પાણી હમેશા સૂંઠ નાખી ઉકાળીને હુંફાળું પીવું, માંસાહાર નો સદંતર ત્યાગ કરવો જે નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી અરવલ્લી, ધ્વારા જનતાને એક અખબારી યાદી દ્વારા વિનંતી કરવામાં આવી છે.
વધુ માહિતી માટે નજીકની આવેલ આયુર્વેદ/હોમિયોપેથી દવાખાનાનો સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યુ છે.
કેતન પ્રણામી અરવલ્લી

