TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસા રૂલર પોલીસે ફિલ્મી ઢબે બુટલેગરની કારનો પીછો કરતા ૬૩૦૦૦ દારૂ જપ્ત કર્યો





મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રો.ડીવાયએસપી ઈશ્વર પરમારે રૂરલ વિસ્તારમાં ચાલતા દેશી-વિદેશી દારૂના વેપલાને નાથવા ઝુંબેશ ચલાવી છે અમદાવાદ-ઉદેપુર નેશનલ.હા.નં-૮ પરથી વિદેશી દારૂ ઘુસાડાતા બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. મોડાસા રૂરલ પોલીસે વાંટડા ટોલ પ્લાઝા નજીક બેરિકેડ ગોઠવી રાજસ્થાન થી


 આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં સિયાઝ કારમાં વિદેશી દારૂ ભરી પસાર થતા બુટલેગરે બેરિકેડ તોડી રોંગસાઈડ કાર હંકારી મુકતા રૂરલ પોલીસે પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આખરે બુટલેગરે કાર પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડમાં ચોકડીમાં પલ્ટી જતા બુટલેગર સાથે કાર માંથી દબોચી લઈ ૬૩

હજારના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.અમદાવાદ ગોપાલનગરના સંજય ધનપાલભાઇ શાહ નામના  બુટલેગરે પોલીસ ચેકીંગ જોઈ કાર બેરિકેડ તોડી રોંગ સાઈડ હંકારી મુકતા પોલીસે જીપમાં પીછો કરતા બુટલેગરે પોલીસને હંફાવવા રેલાતી કાર દોડાવતા ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસને થાપ આપવા જતા બુટલેગર થાપ ખાઈ જતા કાર ડિવાઈડર સાથે ભટકાઈ રોડની બાજુમાં ખાબકતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૬ કીં.રૂ.૬૩૦૦૦/- સાથે સંજય ધનપાલભાઈ શાહ (રહે,ગોપાલનગર,અમદાવાદ) ને દબોચી લઈ મોબાઈલ-૧ અને કાર મળી  કુલ રૂ.૨૬૪૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
કેતન પ્રણામી અરવલ્લી