TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લીમાં સી.સી.ટી.વી ની બાજ નજર હેઠળ ૩૪૭૩૦ છાત્રો કસોટી આપશે: પરીક્ષાર્થીઓને તિલક અને ગુલાબનું ફુલ આપી શુભેચ્છાઓ પાઠવી હતી




બ્યૂરો રિપોટ. કેતન પ્રણામી અરવલ્લી 



આજથી સમગ્ર રાજયમાં રાજય શિક્ષણ બોર્ડ યોજીત ધોરણ-10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થતા દેશમાં કોરોનો વાયરસનો ભય પ્રસર્યો છે.ત્યારે આજથી યોજાઈ રહેલી બોર્ડ પરીક્ષાઓને લઈ શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ હરક્તમાં આવ્યો છેઆજે જિલ્લામાં ધો.10 અને 12 ના કુલ 41 પરીક્ષા કેનદ્રો ની 107 બીલ્ડીંગો ના 1378 બ્લોકમાં 34730 પરીક્ષાર્થીઓ શાંતી અને સલામતી ભર્યા માહોલમાં સ્વસ્થ મને પરીક્ષા આપી શકે તેવી તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.અને આજે પરીક્ષાના પ્રથમ દિવસે તમામ પરીક્ષા સ્થળો ઉપર પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરી મોં મીંઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવશે.અરવલ્લી જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા


પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં તમામ પરીક્ષા સ્થળોએ સીસીટીવી કેમેરા થી માંડી જરૂરી બંદોબસ્ત તેમજ પાણી,વિજળી ની સુવિધા ઓને લઈ સમીક્ષા હાથ ધરાઈ હતી.અને અનુસારઆજથી શરુ થયેલા ધો.૧૦ અને ધો.૧૨ ની યોજાયેલ પરીક્ષા સ્થળો એ આરોગ્ય ની ટીમો તૈનાત કરવામાં આવી છે