TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

જિલ્લા પ્રભારીમંત્રીશ્રી રમણભાઈ પાટકરની અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન સમિતિની બેઠક યોજાઇ




અરવલ્લી જિલ્લામાં વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન જિલ્લા આયોજન દ્વારા વિકાસના ૭૭૦ કામો પાછળ ૧૦૬૬.૫૯ લાખ ખર્ચાશે તેવી દરખાસ્ત મંજુર કરવામાં આવી.

મોડાસા – શનિવાર અરવલ્લી  જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી, સભાખંડ,  અરવલ્લી, મોડાસા ખાતે આયોજન મંડળના અધ્યક્ષશ્રી સહ અરવલ્લી જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી, અને (રા.ક.) વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રીરમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને  જિલ્લા આયોજન મંડળની જિલ્લા આયોજન સમિતિની બેઠક યોજાઇ હતી.


આ બેઠકમાં ૨૦૨૦-૨૧ ની રૂ.૧૦૬૬.૫૯/- લાખના  કુલ ૭૭૦ કામો મંજૂર કરવામાં આવ્યા. ઉપરાંત તમામ તાલુકાઓમાં જે ગામોમાં એક પણ કામ છેલ્લા ત્રણ વર્ષમાં મંજૂર કરવામાં આવેલ ન હોય તેવા પાંચ ગામોમાં એક એક કામને મંજૂર કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું

કુલ ૭૭૦ કામો પૈકી સી.સી.રોડના ૧૨૨ કામો માટે રૂ.૧૭૭.૭૦ લાખ, પેવર બ્લોકના ૧૦૩ કામો માટે રૂ.૧૪૫.૧૩ લાખ, ડીપ/ગરનાળાના ૧૧૦ કામો માટે રૂ.૨૧૮.૧૬ લાખ,ગટરલાઈનના ૪૪ કામો માટે રૂ.૬૫.૫૦ લાખ, પ્રોટેક્શન વોલના ૯૭ કામો માટે રૂ.૧૪૪.૬૦લાખ, પાણી પુરવઠાના ૨૦૦ કામો માટે રૂ.૧૭૭.૦૫લાખ તેમજ રૂ.૧૩૮.૪૫ લાખના ૯૪ અન્ય કામોને પ્લાનીંગ બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા.
બેઠકમાં વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૧૯-૨૦ સુધીના વિકાસના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી અને બાકી કામો  મંત્રીશ્રીએ અમલીકરણ અધિકારીઓને માર્ચ ૨૦૨૦ ના અંત સુધીમાં પૂર્ણ કરવા સુચના આપી હતી.
આ અંગે સભ્ય સચિવશ્રી-વ- જિલ્લા આયોજન અધિકારીશ્રી સુરેન્દ્રસિંહ ડાભીએ અરવલ્લી  જિલ્લામાં ગ્રામીણ ક્ષેત્રે લોકોની સુખાકારીમાં વધારો થાય તેમજ ખૂટતા કડીરૂપ પાયાના વિકાસના કામોનો લાભ છેવાડાના વિસ્તાર સુધી મળી રહે અને સમગ્ર જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય અને સરકારશ્રીની વિવિધ પ્રજાક્લ્યાણલક્ષી યોજનાઓનો લાભ સમયસર મળી રહે, અને યોજનાઓના અમલીકરણમાં વિલંબ ન થાય તે માટે સામાન્ય વહિવટ વિભાગ, આયોજન પ્રભાગ દ્વારા આગોતરું આયોજન મંજૂર કરવા સમય બધ્ધ આયોજન હાથ ધરવા તમામ જિલ્લાઓમાં આદેશો કરવામાં આવેલ છે જેના ભાગરૂપે અરવલ્લી  જિલ્લામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજી હતી એમ જણાવ્યુ હતું.
  બેઠકમા જિલ્લા કલેકટર શ્રી અમૃતેષ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ અનીલ ધામેલિયા, પોલીસ વડાશ્રી મયુર પાટીલ, પ્રાયોજનના વહિવટદારશ્રી એસ.પી મુનીયા,  નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી આર.જે વલવી, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંશાબેન પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી ભીલોડા-મેઘરજ શ્રી ડો. અનિલ જોષીયારા, મોડાસાના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર, બાયડના ધારાસભ્યશ્રી જશુભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, આયોજન મંડળના સમિતિના સભ્યશ્રીઓ અને અમલીકરણ અધિકારીશ્રીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

કેતન પ્રણામી અરવલ્લી