TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી ૧૮૧ અભયમ ગરીબ પરિવાર માટે દેવદૂત બની : ગોધરાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગુમ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું


            ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સાઓને ડામવા અને તાત્કાલિક મહિલાઓને બચાવ અને સલાહ માર્ગદર્શન આપવા માટે રાજ્ય સરકારે ૨૦૧૪માં  ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરતા અનેક મહિલાઓ અને પરિવારો માટે આશીર્વાદ રૂપી બની રહી છે. અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં માનસિક અસ્વસ્થ મહિલા ફરતી હોવાની અને તેની સાથે માનસિક વિકૃતિ ધરાવતા લોકો શારીરિક શોષણ કરતા જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ હેલ્પ લાઈનને ફોન કરાતા અરવલ્લી ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જંગલ જેવા વિસ્તારમાં બેસી રહેલી મહિલાને હૂંફ આપી તેના પરિવાર વિષે પુછાતા


તેને સરનામું જણાવતા ૧૮૧ અભયમ હેલપાઈનની ટીમ ગોધરાના તાલુકાના બોરિયા  ગામે પરિવાર સાથે મિલન કરાવતા મહિલાના ત્રણ સંતાનો અને પતિની આંખો હર્ષના આંસુથી ભરાઈ આવી હતીમાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક મહિલા છેલ્લા કેટલાક દિવસોથી ફરતી જોવા મળતા અને મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી કેટલાક હવસખોર લોકો મહિલાનું શારીરિક શોષણ શરુ કરાતા સમગ્ર ઘટનાની જાણ જાગૃત નાગરિકને થતા ૧૮૧ અભયમ હેલ્પલાઈનમાં ફોન કરાતા અરવલ્લી ૧૮૧ અભયમ ટીમના કાઉન્સિલર શિલ્પા ગામીત,

મહિલા કોન્સ્ટેબલ પિન્ટુ બેન અને પાયલોટ વિક્રમભાઈ તાત્કાલિક ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી મહિલાની શોધખોળ હાથધરાતા જંગલ જેવા વિસ્તારમાંથી અસ્વસ્થ હાલતમાં મહિલા મળી આવતા ૧૮૧ અભયમની ટીમે કાઉન્સલીંગ કરતાં અને હૂંફ અપાતા મહિલાએ તેનું સરનામાં અંગે જણાવતા ગોધરા તાલુકાના બોરિયા ગામના હોવાનું જણાવતા ૧૮૧ અભયમની ટીમે સ્થાનિક તંત્રનો સંપર્ક કરતાં મહિલાએ જણાવેલ પરિવારની માહિતી મળતા મહિલાને ૧૮૧ અભયમ ટીમ બોરિયા ગામે તેના પરિવાર સાથે મિલન કરાવતા તેના પતિ અને ત્રણ સંતાનોમાં આનંદ છવાયો હતો.



કેતન પ્રણામી અરવલ્લી