કોરોના અસરગ્રસ્ત ગામોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું
કેતન પ્રણામી અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસોનો આંક ૧૮ સુધી પંહોચી ગયો છે. જેને લઇ આરોગ્ય વિભાગ દ્વારા સરવે કામગીરી હાથ ધરાઇ રહી છે તો બીજી તરફ આયુર્વેદિક વિભાગ દ્વારા કોરોના અસરગ્રસ્ત ગામોમાં જઇ લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરી રોગપ્રતિકાર શક્તિ વધારવા માટેની ખાસ ઝુંબેશ હાથ ધરી છે.
કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય અને દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકોને કોરોના વાયરસથી બચવા માટે આયુર્વેદ અને હોમિયોપેથિક ઉપાયને શ્રેષ્ઠ ગણાવ્યો છે. ત્યારે જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યમાં વધારો થતા કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવિષ્ટ ૨૬ જેટલા ગામોમાં ઉકાળા વિતરણની કામગીરી સઘન બનાવવામાં આવી છે.
આયુર્વેદિક ટીમ દ્વારા અરવલ્લીના કોરોના પ્રભાવિત અને કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતા ભિલોડાના રામપુરીમાં ૨૫૦૦, કુશાલપુરામાં ૩૫૦, બાવળીયા ૧૫૦૦, શિલાદ્રી ૨૫૩, જેતપુરમાં ૫૦, બુઢેલીમાં ૧૨૫૦, પહાડામાં ૮૦૦, આંબાબારમાં ૮૦૦ અને ધનસોરમાં ૫૦૦, ધનસુરના ગોપાલપુરામાં ૪૦૦, જશવંતપુરામાં ૪૦૦, મોડાસના ઇસરોલમાં ૮૫૩, શિણોલ અને શામપુરમાં ૩૩૦૦, નાંદીસણમાં ૧૫૦૦ જયારે બાયડના આંબલીયારા ૩૫૦, તેમજ તેનપુરમાં ૨૫૦ લોકોનો આયુર્વેદિક ઉકાળાનો લાભ આપવમાં આવ્યો છે.