TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી જિલ્લાની ૧૮ દુકાનો અને ઢાબા ચાલુ કરવા નિયંત્રણો હળવા કરાયા

કેતન પ્રણામી અરવલ્લી


   સમગ્ર રાષ્ટ્રમાં ૩ મે સુધી લોકડાઉનની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. પરંતુ આવા કપરા સમયે આવશ્યક સેવાઓની પણ જરૂરીયાત રહેતી હોય છે. જેથી આવશ્યક સેવા સાથે સંકળાયેલા માલવાહકોના અવરજવરના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. જેની સાથે સંકળાયેલા હોટલ-ઢાબા, પંચર અને ઓટોમોબાઇલની દુકાનને ખોલવાની અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.



રાજસ્થાન અને અમદાવાદને જોડતો અરવલ્લી જિલ્લામાંથી મોટાપાયે માલવાહક વાહનોની અવર જવર રહેતી હોય છે. સરકાર દ્વારા હળવા કરાયેલ નિયંત્રણ મુજબ નેશનલ અને સ્ટેટ હાઇવે પર આવતા હોટલ-ઢાબા, પંચર અને ઓટોમોબાઇલની દુકાનને ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. છે.જેમાં મોડાસાના ૧૩ અને ભિલોડાના ૫ હોટલ- દુકાન શરૂ કરવાની મંજૂરી અપાઇ છે.
   આ વાહનમાં માત્ર ડ્રાયવર અને  કંડકટર (ક્લીનર્સ) જ મુસાફરી કરી શકશે. જો આ સમયે 
  સામાજિક અંતર જાળવવુ  ફરજિયાત છે.