TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

બાયડની વાત્રક કોવીડ હોસ્પીટલમા બે તબીબો વચ્ચે મારામારી, તબીબોએ ફરજ દરમ્યાન અગમ્ય કારણોસર મારપીટ કરી

કેતન પ્રણામી અરવલ્લી



           એક તરફ કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને હચમચાવ મુકી છે. ત્યારે બાયડની વાત્રક હોસ્પિટલને કોવીડ-૧૯ હોસ્પિટલ તરીકે સરકારે જાહેર કરી છે. ત્યારે આ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર અપાઈ રહી છે. બીજી બાજુ ગુરુવારના રોજ આ હોસ્પિટલમાં મુકાયેલ બે ડોક્ટરોમાં કોઈ અગમ્ય કારણોસર બબાલ થઈ હતી.

જો કે આ બબાલે મોટુ સ્વરૂપ ધારણ કરતાં બંને તબીબો પોતાના પદનું ભાન ભુલીને મારામારી કરવા લાગ્યા હતા. ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરેલ બે તબીબ પોતાની વિવેકબુધ્ધી મુકીને મારામારી કરતાં દર્દીઓ પણ જોવા ચઢ્યા હતા. જો કે ત્યાં ફરજ પરના પોલીસે મામલો શાંત પડાવ્યો હતો અને આરોગ્ય વિભાગે સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.બીજીબાજુ તબીબ અન્ય કારણોસર ઈજાગ્રસ્ત થયો હોવાની વાતો પણ વહેતી થઇ હતી.