અરવલ્લીમાં ૭૨ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નહીં: ૪ વર્ષની બાળકી સહીત ૭ પોઝિટિવ દર્દીઓ હવે નેગેટિવ
કેતન પ્રણામી અરવલ્લી
સમગ્ર વિશ્વમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે તેમાં અરવલ્લીમાં પણ ૧૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ભિલોડાના એક વૃધ્ધાનું મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના ૧૭ની સારવાર જિલ્લાની બે કોવીડ હોસ્પિટલમાં ચાલી રહી છે. ત્યારે મેગરજ ના લિંબોદરા ગામના ૨૬ વર્ષિય કોરોના પોઝિટિવ યુવકનો શનિવારે રિપોર્ટ કરાવતાં નેગેટિવ આવ્યો હતો. જ્યારે રવિવારના રોજ અન્ય ૭ કોરોના પોઝીટીવ વ્યક્તિઓના રીપોર્ટ નેગેટિવ આવતાં જિલ્લાભરમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
સરકારની ગાઈડલાઈન મુજબ એક સપ્તાહ પછી ફરીથી કોરોનાનો રિપોર્ટ કરાવતા ૮ વ્યક્તિઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અરવલ્લીમાં ૪ વર્ષની બાળકી સહિત ૮ વ્યક્તિઓ કોરોનાની ચુંગાલમાંથી આબાદ છુટી ગયા હોવાથી ખુશીની લાગણી પ્રસરી છે. ઓબ્ઝર્વેશનઅરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટિવ આવેલા ૧૮ કેસમાંથી ૮ વ્યક્તિઓને સારવાર બાદ ફરીથી રિપોર્ટ કરાવવામાં આવતાં આઠેયનો રિપોર્ટ નેગેટીિવ આવ્યો હતો.પરંતુ હજુ આ નેગેટિવ રિપોર્ટ આવેલ વ્યક્તિઓને ૭ દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને હજુ આવતા સપ્તાહે ફરીથી રિપોર્ટ કરાવવામાં આવશે બાદમાં જ તેઓને ઘરે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.