મોડાસા: કોરોનાની સ્થિતિમાં કરુણ ઘટના ૮ વર્ષીય બાળકના આકસ્મિક મોતથી દધાલિયા પંથકમાં શોકની લાગણી છવાઈ
કેતન પ્રણામી અરવલ્લી
લોકડાઉન માં અનેક લોકો કોરોનાની મહામારીના પગલે મૃત્યુ પામેલા સ્વજનોની અંતિમવિધિથી વંચિત રહ્યા હોવાની સાથે મરણોત્તર ક્રિયાઓ બંધ રાખવાની ફરજ પડી હતી. આવી જ એક ઘટના અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના દધાલિયા ગામે બની હતી જેમાં ૮ વર્ષીય બાળક ઘર નજીક રમતા-રમતા હોજમાં ડૂબી જતા મોત નિપજતા ચકચાર મચી હતી. “ન જાણ્યું જાનકી નું થશે” જેવી વજ્રઘાત સમાન ઘટનાથી મૃતક બાળકના પિતા છત્તીસગઢની ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાથી ઘટનાની જાણ કરતા પિતા આઘાતમાં સરી પડ્યા હતા.
ભારે હૈયે લોકડાઉનની સ્થિતિમાં પોતાના વ્હાલસોયા દિકરાની અંતિમવિધિમાં દૂર રહેવા મજબુર બન્યા હતા ૮ વર્ષીય બાળકના આકસ્મિક મોતથી દધાલિયા પંથકમાં શોકની લાગણી છવાઈ હતીયોગેશભાઈ રાજ્ય બહાર નોકરી કરતા હોવાથી તેમના પુત્ર-પુત્રીના ઉચ્ચ અભ્યાસ માટે તેમની પત્ની મોડાસા શહેરની પારસ સોસાયટીમાં રહેતા હતા પરંતુ લોકડાઉનજાહેર થતા મહિલા તેમના બંને બાળકોને લઈને વતનમાં રહેવા આવ્યા હતા અને ગોજારી ઘટના બનતા લોકડાઉન તેમના પરિવાર માટે આઘાત જનક રહ્યું હતું.બાળકના પિતા છત્તીસગઢમાં ખાનગી કંપનીમાં સર્વેયર તરીકે ફરજ બજાવતા હોવાથી ઘટનાની જાણ કરતા પિતાએ લોકડાઉનની સ્થિતિમાં વાહનવ્યવહાર બંધ હોવાથી પહોંચવું મુશ્કેલ હોવાથી અને ખાનગી વાહન મારફતે પહોંચતા પણ બે ત્રણ દિવસ લાગે તેમ હોવાથી ભગ્ન હૃદયે પુત્રની અંતિમવિધિ કરવાનું પરિવારજનોને જણાવતા પરિવારજનોએ પુત્રની અંતિમવિધિ પૂર્ણ કરી હતી. લોકડાઉનમાં પિતા પોતાના એકનાએક વ્હાલસોયા પુત્રનું અંતિમ વાર મોઢું પણ ન જોઈ શકતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.