TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લીમાં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા

કેતન પ્રણામી અરવલ્લી 

અરવલ્લી જીલ્લામાં લોકજાગૃતિના અભાવે મોડાસા શહેર સહીત જીલ્લામાં સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ થઈ રહ્યો છે. ઉનાળુ ખેતી કરનાર ખેડૂતો ખાતર મેળવવા વહેલી સવારથી ખાતર વિક્રેતાઓના ત્યાં લાઈનમાં ઉભા રહે છે. ખાતર લેવા પહોંચતા ખેડૂતોમાં જાગૃતિના અભાવે સામાજિક અંતર જાળવતા નથી બીજીબાજુ ખેત સેવા કેન્દ્રો પણ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેતા ખાતર મેળવવા  પહોંચતા ખેડૂતો કોરોનમાં સપડાવાની સાથે કોરોના વાહક બને તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.અરવલ્લી જીલ્લામાં ખેડૂતોની લોકડાઉનમાં ખેત પેદાશોનું વેચાણ હોય કે પછી ખેતી માટે ખાતરની તંગી હાલત કફોડી બની છે. અરવલ્લી જીલ્લાના ખેડૂત વિક્રેતાઓના ત્યાં યુરિયા સહીત ખાતર લેવા જાણે કે મેળો ભરાયો હોઈ તેમ અમુક

લોકો માસ્ક પહેર્યા વગર ઉમટી પડ્યા હતા. ખેડૂતો અને લોકોમાં કોરોના અંગે હજુ ગંભીરતા જોવા મળતી નથી લોકોમાં જાગૃતિનો અભાવ કોરોના સંક્રમણ ને આવકારવા માટે પૂરતો છે.અમુક ખેડૂતો તો  માસ્ક પહેર્યા વગર ઉમટી પડ્યા હતા. ખેડૂતો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે  અને  ખેડૂતો અને ખેતર વિતરણ કરતા ખેત સેવા કેન્દ્ર અને વિક્રેતાઓ પણ  લોકડાઉનના જાહેરનામાનો ઉલાળિયો  કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.કોરોના ના કેસોમાં વધારો જોવ મળી રહ્યો છે. આવા સમયે સોશિયલ ડીસટન્સ જાળવવું ખુબ મહત્વનું બની ગયું છે તો સાથેજ મોટી સંખ્યામાં પણ એકઠા નહિ થવાનું જાહેરનામું પોલીસ તેમજ જીલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.પરંતુ મોડાસા શહેરમાં લોકડાઉનમાં જીવનજરૃરિયાત ચીજ વસ્તુઓ ખરીદવા અપાયેલી છૂટમાં સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરા ઉડી રહ્યા છે. શહેરમાં લોકો બિન જરૂરી રખડપટ્ટી કરી રહ્યા છે લોકડાઉનના સમયમાં પણ જાહેરનામા અને લોકડાઉનના નિયમોનો ઉલાળ્યો કરતા નજરે પડી રહ્યા છે