TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

માલપુરઃ ચોરીવાડ લોકડાઉનમાં પોલીસને વ્યસ્ત જોઈને દેશી દારુનો વેપલો કરતો બુટલેગર પોલીસને જોઈ રફુચક્કર.

કેતન પ્રણામી અરવલ્લી 


લોકડાઉનમાં અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂ ગાળતા બુટલેગરોએ રહેઠાણ સ્થળોએ જ દારૂની ભઠ્ઠીઓ બનાવી દેશી દારૂના નશાનો કાળો કારોબાર ચાલવી રહ્યા છે. માલપુર પોલીસે બાતમીના આધારે ચોરીવાડ ગામે કાંતિ ખાતુભાઇ મસારના ઘરે રેડ કરી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી તોડી પાડી ૨૬૦ લીટર દેશીદારૂના વોશનો નાશ કરી ભઠ્ઠી તોડી પડાઈ

હતી. બુટલેગર પોલીસરેડ જોઈ રફુચક્કર થઈ ગયો હતો. માલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.માલપુર પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઉનની અમલવારી માટે સઘન પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચોરીવાડ ગામે દેશીદારૂનું ધૂમ વેચાણ થતું હોવાની બાતમી મળતા માલપુર પોલીસે કાંતિ ખાતુભાઇ મસારના રહેણાંક મકાનમાં રેડ કરતા કાંતિ મસાર ફરાર થઇ જતા તેના ઘરેથી દેશી દારૂ લીટર-૪ કિં.રૂ.૮૦ તથા દેશી દારૂ ગાળવાનો વોશ ૨૬૦ લીટર કિં. રૂ.૫૨૦ અને દેશી દારૂ ગાળવાની સામગ્રી મળી કુલ રૂ. ૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસરેડ જોઈ નાસી ગયેલા કાંતિ ખાતુભાઇ મસાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતા.