TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

ભિલોડાના વૃદ્ધાનું કોરોનાથી મોત થતા તંત્રમાં દોડધામ:ભિલોડા બજાર સ્વયંભૂ બંધ: ગ્રામ્ય વિસ્તારમાં લોકોની પ્રવેશબંધી

કેતન પ્રણામી અરવલ્લી 


અરવલ્લી જિલ્લાના ભિલોડાના કુશાલપુરા ગામના ૭૦ વર્ષીય વૃદ્વાનું કોરોના ના કારણે મોત થતા ચકચાર મચી ગઇ છે અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગે કુશાલપુરા ગામમાં સહીત આજુબાજુના વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથધરી તમામ લોકોનું થર્મલસ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે વૃદ્ધાના પરિવારજનો અને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરન્ટાઈન કરવા તજવીજ હાથધરી છે વૃદ્ધાને પ્રાથમિક સારવાર આપનાર હિંમતનગર ખાનગી હોસ્પિટલના તબીબ અને સ્ટાફ પણ હોમકોરન્ટાઈન થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.અરવલ્લી જિલ્લા કલેકટર ના જાહેરનામાં મુજબ ગામના ત્રણ કિ.મી.સુધીના 10 ગામ કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે તેમજ અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રવેશ એરિયા પર થર્મલ સ્ક્રિનિગ ફરજીયાત કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત



પરવાનગી સિવાયના વાહનો ના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના ભય થી લોકોએ ગામના પ્રવેશદ્વારોએ આડશ ઉભી કરી અજાણ્યા વ્યક્તિઓ અને વાહનોના પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવી દઈ ગામો પ્રવેશતા રોડ પર સ્થાનિકો ચોકી કરી રહ્યા છે વૃદ્ધાને કોરોનનો ચેપ ક્યાંથી લાગ્યો તે શોધવા તંત્રમાં દોડધામ મચી છે.લોકડાઉન ના કડક અમલના  દેખાડા વચ્ચે કેટલાય લોકોએ અન્ય જિલ્લામાંથી મોડાસા તેમજ અરવલ્લી ના અન્ય તાલુકામાં પ્રવેશ કર્યો છે. અરવલ્લી જિલ્લાના મોટાભાગ ના નગરોમાં કોરોનાએ હજુ પગપેસરો કર્યો નથી ત્યારે જિલ્લાની સરહદો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કોઇની પણ શેહશરમ કે દયા રાખ્યા વિના તમામ ની એન્ટ્રી બંધ કરવી જોઇએ.