UPમાં ફસાયેલા અરવલ્લીના ૨૨ પ્રણામી સંપ્રદાયના યાત્રાળુ આનંદીબેન પટેલ ની મદદથી વતનમાં : યાત્રાળુઓને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા
કેતન પ્રણામી અરવલ્લી
લોકડાઉન લંબાતા યાત્રાળુઓની મુશ્કેલીમાં વધારો થતા યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલનો સંપર્ક કરી વતન પહોંચાડવા માટે મદદ માંગતા તમામ યાત્રાળુઓને વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવતા ૨૨ યાત્રાળુઓ ડ્રાઈવર સહીત ૨૫ લોકો મધ્યપ્રદેશથી દાહોદ થઈ માલપુરમાં પ્રવેશતા આરોગ્ય તંત્રએ તમામ લોકોનું સૅનેટાઇઝિંગ અને સ્ક્રીનિંગ કરી તમામ લોકોને મોડાસાની કોવીડ હોસ્પિટલમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે ૨૫ લોકોમાંથી ૪ લોકોને તાવની અસર હોવાનું આરોગ્ય તંત્રની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નાંદોજ અને મોડાસા તાલુકાના સરડોઈ , મેઢાસણ , જીતપુર , દધાલીયા અને સાબરકાંઠા જિલ્લાના ઇડર ના ગોરલ ના 22 જેટલા યાત્રાળુઓ તારીખ 11માર્ચ ઉત્તર પ્રદેશના શ્રી પ્રાણનાથ જ્ઞાનપીઠ ખાતે દર્શનાર્થે ગયા હતા ઉપરોક્ત યાત્રાળુઓ તારીખ 23 માર્ચ નું બુકિંગ કરાવી રેલવે માર્ગે પરત ફરવાના હતા પરંતુ દેશમાં કોરોનાવાયરસ ના પગલે મહામારી સર્જાતા દેશમાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થતા ઉપરોક્ત યાત્રાળુઓ ઉત્તર પ્રદેશના સરહાન પૂરમાં ફસાયા હતા યાત્રાળુઓ પૈકી મોટાભાગના 15 જેટલા યાત્રાળુઓ સિનિયર સિટીઝન હોવાથી અને લોકડાઉન ૩ મે સુધી લંબાતા પરિવારજનો ભારે ચિંતિત બન્યા હતા યાત્રાળુઓને ગુજરાત લાવવા માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અરવલ્લીના અરુણ પટેલે રાજ્ય સરકારને લેખિત રજુઆત કરી હતી લોકડાઉન લંબાતા યાત્રાળુએ સ્થાનિક તંત્ર અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને વતન જવા અંગે રજુઆત કરતા તેમના દ્વારા થયેલ વ્યવસ્થાથી આખરે શ્રદ્ધાળુઓ વતન પરત ફરતા યાત્રાળુઓ અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો .અને તમામ લોકોને તકેદારીના ભાગરૂપે મોડાસા શહેરમાં ઉભી કરવામાં આવેલી કોવીડ હોસ્પિટલમાં આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે.