અરવલ્લી જીલ્લામાં પ્રશાસન તંત્રની નિષ્ફળતાનાપગલે રેડ ઝોનમાં : લોકો ચિંતિત
કેતન પ્રણામી અરવલ્લી
લોકડાઉનના ૨૧ દિવસ સુધી કોરોના મુક્ત અરવલ્લી જીલ્લામાં લોકડાઉન-૨ માં કોરોના બોંબ વિસ્ફોટ થતા ૧૯ લોકો કોરોનાની બીમારીનો ભોગ બનતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. લોકડાઉન સમય દરમિયાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક જેવા રાજ્યો અને રાજ્યના કોરોનાગ્રસ્ત શહેરી વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં જીલ્લાની સરહદો સીલ હોવાના દાવાઓ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં આવી પહોંચતા અને ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન એક પણ કેસ ન નોંધાતા સલામત ગણાતા અરવલ્લી જિલ્લામાં અન્ય જિલ્લામાંથી રાત્રે અને વહેલી સવારે અનેક લોકો ગામડાઓમાં પહોંચી ચુક્યા છે.કૉરોના વાઇરસને લઇને અરવલ્લી જિલ્લો રેડ ઝોનમાં આવી ગયો છે, જે અરવલ્લી જિલ્લાની જનતા માટે જોખમી ગણી શકાય. હાલ કૉરોના વાઇરસને લઇને નાના કર્મચારીઓ ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા છે પણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ શહેરમાં ફરક્યા પણ નથી, એ.સી.ચેમ્બરમાં બેસીને માત્ર આદેશ કરીને જ સંતોષ માની રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં બધી જ જવાબદારી પૉલિસને સોંપી દીધી હોય તેવું પણ લાગી રહ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં કલેક્ટર જાતે જ માહિતી ગ્રાઉન્ડ કક્ષાએ પહોંચીને લઇ રહ્યા છે, પણ અરવલ્લી જિલ્લામાં આવું કંઇ જ જોવા નથી મળી રહ્યું તે ખૂબ ચિંતાનો વિષય છે. કઠણ હ્રદયના અધિકારીઓ હવે જિલ્લાની જનતાનો વિચાર કરીને ગ્રાઉન્ડ પર નિકળે તે હિતાવહ છે.નાકાબંધી અને સર્વેની તાયફારૂપી કામગીરીના પગલે અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો કોરોનાથી ચેપગ્રસ્ત બનતા ૧૯ કેસ કોરોના પોઝેટીવ આવતા જીલ્લાનો રેડ ઝોનમાં સમાવિષ્ઠ કરવામાં આવ્યો છે. જીલ્લામાં કોરોના પોઝેટીવ આવેલા દર્દીઓ માંથી મોટા ભાગના દર્દીઓ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે. જિલ્લા પ્રશાસન તંત્ર લોકડાઉનની અમલવારી કરાવવામાં નિષ્ફળ રહેતા જિલ્લાને રેડ ઝોનમાં મુકવામાં આવતા પ્રજાજનોમાં પ્રશાસન તંત્રની કામગીરી સામે અંદર ખાને રોષ ભભૂકી ઉઠ્યો છે.