TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

ભિલોડા પોલીસે કુડોલ (સુંદરપુર) ગામે બે ભાઈઓની નિર્દયી હત્યા કરનાર બંને હત્યારાઓને જંગલમાંથી ઝડપ્યા

કેતન પ્રણામી અરવલ્લી



           ભિલોડા તાલુકાના કુડોલ (સુંદરપુર) ગામના રાજેન્દ્રભાઇ યુસુફભાઇ અસારીની દીકરી પર ગામના આશીર્વાદ દાનિયલ પારઘીના ઘરે રહેતો રાજસ્થાની યુવક ચંદ્રેશ ભુરજી કોપસા ખરાબ નજર રાખતો હોવાથી ગત રવિવારે રાત્રે રાજેન્દ્રભાઇ તેમના નાના ભાઈ વિનોદભાઈ યુસુફ ભાઈ અસારી સાથે આશીર્વાદ દાનિયલના ઘરે ઠપકો આપવા ગયા હતા. આ દરમિયાન ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા

આશીર્વાદ દાનિયલ અને ચંદ્રેશ કોપસાએ લોંખડની પાઈપ અને છરી સાથે ખેતરમાં બંને ભાઈઓ પાછળ દોડી લોંખડની પાઈપ અને છરીના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી અને હત્યા છુપાવવા બંને હત્યારાઓએ મૃતક બંનેના કપડાં કાઢી નાખી અલગ-અલગ જગ્યાએ ગામની સીમમાં નાખી ફરાર થઈ ગયા હતાભિલોડા પોલીસે મૃતકની પુત્રી નિરાલીબેન રાજેન્દ્રભાઇ અસારી ની ફરિયાદના આધારે આશીર્વાદ દાનિયલ પારઘી (રહે,કુડોલ-સુંદરપુર) અને ચંદ્રેશ ભુરજી કોપસા (રહે, જુશાવાડા, વિજયનગર, મૂળ રહે, ડબાચા, રાજસ્થાન) વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ભિલોડા પીએસઆઈ કે.કે રાજપૂતને બંને હત્યારાઓ કુડોલ (સુંદરપુર) ગામ નજીક આવેલા ડુંગર પર છુપાયા હોવાની બાતમી મળતા સમગ્ર જંગલ વિસ્તારને કોર્ડન કરી બંને હત્યારાઓને દબોચી લઈ હત્યામાં વપરાયેલ સાધનોની રિકવરી કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.