કેતન પ્રણામી અરવલ્લી
સમગ્ર દેશ કોરોના મહામારીનાં કારણે લોકડાઉન જાહેર થતા જ પરપ્રાંતિયો પોતાના વતનની વાટ પકડી હતી. પરંતુ રાજ્યસરકાર દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી પરપ્રાંતીય લોકો અરવલ્લીની સરહદે આશ્રયસ્થાન આપવામાં આવ્યું હતું
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે ૧૦૪૨ આશ્રિતો માટે ભિલોડાના ખેરંચા,શામળપુર અને માંધરી જયારે મેઘરજના વૈયા મોડાસા શહેરમાં રોકાવા માટેની વ્યવસ્થા કરવાની સાથે આરોગ્ય ચકાસણી સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.
જેમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અન્વયે રોકાયેલા શ્રમિકોને પોતના વતન જવાની પરવાનગી અપાઇ છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આશ્રય લઇ રહેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકોને વતન મોકલી આપવામાં આવ્યા છે. જેમાં અરવલ્લી જિલ્લાના ઉતરપ્રદેશના ૬૩૯ આશ્રિતોને રાજય સરકારની સૂચન અન્વયે બસ દ્વારા ગુજરાતની સરહદ સુધી પંહોચાડવાની વ્યવસ્થા કરાઇ હતી. જેમાં મોડાસા સ્પોર્ટસ અને આશ્રયસ્થાને રોકાયેલા ૧૨૨, સરકારી ઇજનેરી કોલેજ ખાતેના ૩૨, શામળપુર એકલવ્ય ખાતે રોકાયેલા ૧૩૫, ખેરંચાના ૧૩૩, મોંધરીના ૧૫૦ જયારે મેધરજના વૈયા ખાતે રોકાયેલા ૫૩ અને અન્ય ૧૬ આશ્રિતો મળી કુલ ૬૩૯ ઉત્તરપ્રદેશવાસીઓને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર રેલવે સ્ટેશન સુધી મુકી આપવામાં આવ્યા હતા જયાંથી ટ્રેન મારફતે પોતાના વતનમાં પરત ફરશે.