મોડાસાના ધોબીઢાળ નજીક વરલી-મટકાનો જુગાર રમતા 5 જુગારીઓ ને ૨૨ હજાર રોકડ સાથે ટાઉન પોલીસે ઝડપ્યા
કેતન પ્રણામી અરવલ્લી
અરવલ્લી જીલ્લામાં દેશી-વિદેશી દારૂ અને જુગારની લતમાં અનેક પરિવારો બરબાદ થઇ ચુક્યા છે. મોડાસા ટાઉન પોલીસે ધોબીઢાળ વિસ્તારમાં આવેલ જુની પોસ્ટ ઓફિસ નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્શો વરલી-મટકાનું સ્ટેન્ડ ચલાવતા હોવાની બાતમી મળતા ટાઉન પોલીસ રાત્રીના સુમારે રેડ કરી વરલી-મટકાનો જુગાર રમતા ૫ શકુનિઓને દબોચી લઈ ૨૨ હજારથી વધુની રોકડ રકમ અને મોબાઈલ મળી ૪૬ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મોડાસા ટાઉન પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે બાતમીના આધારે શહેરના ધોબીઢાળ પર ખુલ્લી જગ્યામાં ચાલતા વરલી-મટકાના સ્ટેન્ડ પર ત્રાટકતા જુગારીઓમાં ભારે નાસભાગ મચી હતી. ટાઉન પોલીસે વરલી-મટકાના આંક પર જુગાર રમતા ૧) ઇકબાલ અલ્લારખભાઈ પઠાણ, ૨) કદરખાન ઉર્ફે કલ્લુ અલ્લારખભાઈ પઠાણ, ૩) આશિકહુસેન દરિયાખાન મકરાણી, ૪) યાસીન સફીકભાઈ ટીંટોઇયા (તમામ, રહે ધોબીઢાળ) અને ૫) લતિફબેગ અબ્બાસબેગ મિર્ઝા (રહે, કસ્બા ઇન્દિરા નગર) ને ઝડપી પાડી જુગારીઓ પાસેથી રૂ.૨૨૦૨૫/- તથા શકુનિઓ પાસેથી મળી આવેલા મોબાઈલ નંગ-૪ કિં.રૂ.૨૪૫૦૦/- મળી કુલ.રૂ. ૪૬૫૨૫/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.