TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લીમાં મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમય બાદ કોરોના નો વિસ્ફોટ

કેતન પ્રણામી અરવલ્લી
 


મોડાસા ગ્રામ્ય માં એક સાથે 10 અને શેહરી વિસ્તારમાં 1 કેસ આવતા જિલ્લા વાસીઓ માં ફફડાટ 

     

અરવલ્લી જીલ્લામાં સતત કોરોનાના પોઝીટીવ કેસોમાં વધારો થયો  છે.ત્યારે  મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારો કોરોના ના પોઝેટીવ કેસો મા વિસ્ફોટ થતા જિલ્લા વાસીઓ અને આરોગ્ય તંત્ર દોડતું થયું છે ત્યારે  કોરોના ના આંકડો 387 પહોંચ્યો છે ત્યારે 49 દર્દી ઓના મોત નિપજ્યા છે
અરવલ્લી મા સતત કોરોના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યો છે
        અરવલ્લી જીલ્લામાં કોરોનાના પગલે મોત ને ભેટતા લોકોની સંખ્યા વધારો યા તેમાં નવાઈ નહિ.  મોડાસા શહેરમાં આરોગ્ય તંત્ર કોરોના સામે કામગીરીમાં નબળું પુરવાર થતાં કોરોના હાવી થઈ રહ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. મોડાસા શહેરમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું હોય તેમ રોજે રોજ કોરોના પોઝીટીવ કેસો બહાર આવી રહ્યા છે. જિલ્લા તેમજ મોડાસા શહેરમાં લોકલ સંક્રમણનો ભરડો વ્યાપક બન્યો છે. કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યો છે.
જો આવનારા સમયમાં નાગરિકો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો ચુસ્ત અમલ ન થાય તો આ મહામારીને વધુ ભયાનક સ્થિતિ તરફ જતા રોકી શકાશે નહિ. જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ ધીમે-ધીમે કોરોનાના કેસમાં વધારો થઈ રહયો છે. અત્યાર સુધી અરવલ્લી જિલ્લામાં કુલ 387 કેસ કોરોના પોઝીટીવ નોંધાયા છે .જિલ્લામાં વધી રહેલા લોકલ સંક્રમણથી લોકોમાં ફફડાટ ની લાગણી ફેલાઈ છે. કોરોનાનો કેસ નોંધાતા જિલ્લા કલેકટર દ્વારા કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરી લોકલ અવર જવર પર પ્રતિબંધ ફરમાવે અને ચુસ્ત રીતે પાલન થાય તેવું પ્રજાજનો ની માંગ છે