TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી DDOને આવેદનપત્ર આપી આંગણવાડી ભરતી પ્રક્રિયા નો વિરોધ કરી ત્રુટીઓ અંગે રજુઆત સાથે ભરતી પ્રક્રિયા અટકાવવા માંગ

કેતન પ્રણામી અરવલ્લી


          સમગ્ર રાજ્યમાં આંગણવાડી ભરતી પ્રક્રિયા હાથધરવામાં આવી છે. જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર ની જગ્યા માટે ૩૩ વર્ષથી નીચે  વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ બંને જાહેરાતમાં અનામતના  અરજદારો માટે પણ વયમર્યાદા છૂટ હટાવી દેવામાં આવતા અરવલ્લી જીલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ માટે તમામ વર્ગના અરજદારોએ કાયદાકીય જોગવાઈ અનુસાર ભરતી કરવામાં આવેની માંગ સાથે જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલીયાને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી અને ભરતી પ્રક્રિયામાં રહેલી ત્રુટીઓ દૂર કરવામાં આવેની માંગ સાથે જીલ્લા પંચાયત પરિસરમાં સૂત્રોચ્ચાર કરી ન્યાયની માંગ કરી હતી.

ભરતી પ્રક્રિયાની ઓનલાઈન અરજી કરવામાં ૨ હજાર જેટલો ખર્ચો થતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.અરવલ્લી જીલ્લામાં આઈસીડીએસ હેઠળની આંગવાડીમાં કાર્યકર અને તેડાગર તરીકે વર્ષોથી ફરજ બજાવતી મહિલા અરજદારોએ ડીડીઓ ર્ડો.અનિલ ધામેલીયાને આવેદન પત્ર આપી જણવ્યું હતું કે આંગણવાડી જાહેરાતમાં ઉંમર,અનુભવ અને બીજી ઘણી બિનજરૂરી લાયકાતોના કારણે આ ભરતી પ્રક્રિયામાં અમારે બાકાત રહેવાનો વારો આવ્યો છે વર્ષોથી આંગણવાડી કાર્યકર અને તેડાગરની નોકરીના માધ્યમથી પરિવારનું ભરણપોષણ કરીએ છીએ સરકાર અને જીલ્લા પંચાયતે જે પણ કામગીરી સોંપવામાં આવી છે તે પણ ખંત પૂર્વક જવાબદારી નિભાવી છે જેની નોંધપણ લેવામાં આવે છે.અરજદારોએ ગંભીર અને આગ્રહભરી ભરી વિનંતી કરી જણાવ્યું હતું કે અનામત અને બીનઅનામત વર્ગની મહિલાઓને ભરતી પ્રક્રિયામાં રહેલી ગૂંચવણો-અન્યાય નો ભોગ ન બને અને ન્યાયની માંગ ઘટતું કરવા રજુઆત કરી ન્યાંય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આંગણવાડીમાં કાર્યકર અને તેડાગર તરીકે ફરજ બજાવતી મહિલાઓએ ૧૦ વર્ષના અનુભવને અગ્રીમતા આપવામાં પણ ભેદભાવ થતો હોવાનો સુર વ્યક્ત કર્યો હતો.