TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લીના ભિલોડા માર્કેટયાર્ડ ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂત માર્ગદર્શક કાર્યકમ યોજાયો

કેતન પ્રણામી અરવલ્લી 

રાજ્યના ખેડૂતના કલ્યાકારી યોજનાઓનો લાભ મળે તે માટે રાજય સરકારે અનેક પગલાં ભર્યા છે.
                                             

 અરવલ્લીના ભિલોડા માં માર્કેટયાર્ડ ખાતે મેધરજ, ભિલોડા અને માલપુરના ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાગૃતા અને માર્ગદર્શક કાર્યક્રમ ગુજરાત હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ચેરમેનશ્રી શંકરભાઇ દલવાડીના અધ્યક્ષ સ્થાને અને સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શ્રી દિપસિંહ  રાઠોડની ઉપસ્થિતિમાં  યોજાવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ચેરમેનશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું ખેડૂતોને ખેતીની સિઝન અને તેમાં ખરીફ સીઝનમાં ખેતી પાકોમાં અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ તેમજ કમોસમી વરસાદ (માવઠું) જેવા આકસ્મિક કુદરતી જોખમોનનો સામનો કરવા પડે છે, આ વિપતવેળાએ  સરકાર પડખે રહી સહાય ચૂકવે આવે છે આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત વિવિધ ખેડૂતોને પાકવીમાથી રક્ષણ પુરૂ પાડવામાં આવ્યું છે. ખેતીમાં વૈવિધ્યતા લાવવા રાજય સરકાર આધૂનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પધ્ધતિનો ઉપયોગ કરી ખેડૂતો માટે સમુધ્ધિના દ્વાર ખોલ્યા છે. રાજય સરકાર ખેડૂત કલ્યાણ અને અનેક પગલાં ઉઠાવી રહી છે. જેના ભાગ રૂપે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

રાજયના વિકાસમાં ખેતી અને ખૈડૂતોનો બહુમૂલ્ય ફાળો છે. રાજય સરકાર પારદર્શિતા  વહીવટથી ખેડૂતોને પૂરતી સહાય મળી તથા પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજય  સરકાર કટીબધ્ધ  છે. ખેડૂતોને  પૂરતી માહિતી મેળવવા તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સંસદશ્રી  દિપસિંહ રાઠોડે દેશનો ખેડૂત બાપડો  ન રહે તે માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત તથા  મુખ્ય મંત્રીશ્રી કિસાન યોજના થકી ખેડૂતોના ખાતામાં  સીધા- ખાતામાં  જમા થાય છે. અને ખેડૂત પોતાના પગભર રહે છે. અને કૃષિ ક્ષેત્રે  પોતાનો  પૂરતા સહયોગ આપે છે.માન. વડાપ્રધાનશ્રીએ ગુજરાતની નહી પણ આખા દેશના ખેડૂતોની  ચિંતા કરી આવી વિમા યોજના અમલમાં મૂકી છે.ભિલોડા-  મેધરજના ધારાસભ્યશ્રી ર્ડા. અનિલ જોષીયારાએ પ્રાસંગિક  પ્રવચન કરી ખેડૂતોને સર્ટી ફાઇ બિયારણ આપવા તથા ખેડૂતાને ભાવ આપવા  જણાવ્યું હતું, આ પ્રસંગે  ખેતીવાડી ક્ષેત્રની   યોજના અંતર્ગત ચૂકવાણા આદેશ  અને એસેટ ખેડૂતોને અધ્યક્ષશ્રી તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે  જિલ્લા કલેટકરશ્રી  અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામેલીયા,  ભાજપ અગ્રણીશ્રી રણવીરસિંહ ડાભી આદિજાતી વિકાસ નિગમના ચેરમેનશ્રી બરંડા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જે.આર.પટેલ, પ્રાંત અધિકારીશ્રી, મામલદાર તાલુકા વિકાસ અધિકારીશ્રી અને ત્રણ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહયા હતાં.