અરવલ્લીમાં આગણવાડી ભરતી પ્રક્રિયામાં ઓનલાઈન મેરીટ પ્રમાણે નિમણુંક આપવા D.D.O ને કરી રજુઆત
કેતન પ્રણામી અરવલ્લી
ઓફલાઈન કામગીરીથી ગેરરીતિ થવાનો કર્યો આક્ષેપ : જે ઉમેદવારો પહેલા મેરિટ લિસ્ટમાં આવ્યા છે તે લોકોને યોગ્ય ન્યાય મડસે કે કેમ ?
અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાઘરનું ભરતી પ્રકરણ ભારે વિવાદ જગાવી રહયું છે.ઓનલાઈન ભરતી પ્રક્રિયામાં મેરીટ બહાર પાડવામાં આવતા અનેક અરજદારોએ અન્યાય થયો હોવાની બૂમો પાડી ભરતી પ્રક્રિયા અટકાવવામાં આવેની રજુઆત કરતા અરજદારોને શનિવારે તંત્ર દ્વારા બોલાવવામાં આવ્યા હતા જેથી ઓનલાઈન મેરીટક્રમ માં પ્રથમ સ્થાને રહેલા ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે અને જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલીયાને આવેદનપત્ર આપી કોઈ પણ પ્રકારના દબાવમાં આવ્યા વગર ઓનલાઈન મેરીટ પ્રમાણે પ્રથમ ક્રમે આવેલ ઉમેદવારોને નિમણુંક પત્ર આપવા રજુઆત કરી હતી હાલ રદ કરાયેલ ઉમેદવારોની અરજીઓ અંગે ઓફ લાઈન કામગીરી હાથધરવામાં આવી છે તેમાં ગેરરીતિ થવાની શંકા વ્યક્ત કરી હતી.