TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

ધનસુરાના એક ખોખરના મુવાડા ગામની ૧૧ વર્ષીય સગીરા પર પાડોશી નરાધમ યુવકે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું



બ્યૂરો રિપોટ. કેતન પ્રણામી અરવલ્લી. 


હાલના સમયમાં યુવકોમાં વિકૃતિનું પ્રમાણ જાણે વધતું જાય છે અને તેનો ભોગ હવે બને છે માસૂમ બાળાઓ અને સગીરાઓ. ક્રૂર દુનિયાથી અજાણ માસૂમ બાળાઓ પર નાની ઉંમરે જ છેડછાડ અને દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. નાની વયે બનતાં આ અપરાધોની છાપ ભોગ બનનારાઓમાં જિંદગીભર રહેતી હોય છે.અરવલ્લી જીલ્લામાં સાયરા(અમરાપુર) ગામની ૧૯ વર્ષીય યુવતીનું ગેંગ રેપ વિથ મર્ડરની ઘટનાના પડઘા શમ્યા નથી ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધનસુરા તાલુકાના એક ખોખરના મુવાડા ગામની ૧૧ વર્ષની સગીરાને પાડોશી ૨૨ વર્ષીય યુવકે ઊંચકી જઈ દુષ્કર્મ આચરતા સગીરા હેબતાઈ ગઈ હતી. દુષ્કર્મની ઘટના ધનસુરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં ૨૩ વર્ષીય કાળા સબૂર ખાંટને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.શુક્રવારે સાંજે, ધનસુરા તાલુકાના એક ગામમાં રહેતી ૧૧ વર્ષીય સગીરા ઘરકામ કરી રહી હતી, ત્યારે પાડોશમાં રહેતા કાળાભાઇ સબુરભાઈ ખાંટે (ઉં.વર્ષ-૨૩) પાછળથી સગીરાને ઉંચકી લઈ તેના ઘરમાં લઈ જઈ ઘરની લાઈટ બંધ કરી સગીરાને ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી હતી અને



બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ આટલેથી ન અટકતા સગીરા સાથે સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય કરતા અને જાનથી મારી નાખવાની ધમકી અપાતા સગીરા ભયભીત બની હતી. તેની સાથે બનેલી બર્બરતાની વાત તેના પરિવારજનોને કરતા પરિવારજનો સમસમી ઉઠ્યા હતા. પરિવારજનોએ નરાધમ કાળા સબુરને વાત કરતા ભોગ બનેલી સગીરાના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિવારજનો ફફડી ઉઠ્યા હતા.દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ભોગ બનેલી સગીરાના પિતાએ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ધનસુરા પોલીસે તાબડતોડ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ કાળા સબુરભાઈ ખાંટ ને ઘરેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાની મેડિકલ તપાસની તજવીજ હાથધરી હતી.