TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

કોરોનાને લઈ સરકારનો મોટો નિર્ણય, શાળા- કોલેજ 31 માર્ચ સુધી બંધ રાખવા આદેશ, મોલ-થિયેટર બંધ




 કોરોના વાયરસના કિસ્સાઓને પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. આજે આરોગ્ય કમિશનર જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ કહ્યું કે, 31 માર્ચ સુધી શાળા અને કોલેજ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. જો કે બોર્ડની પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે. એટલું જ નહીં મોલ અને મલ્ટીપ્લેક્સ અને સ્વિમિંગ પુલ પણ બે અઠવાડિયા સુધી બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, સરકારે જાહેરમાં થૂંકવા ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે. જાહેરમાં થૂંકનારને 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે.


ગુજરાતના આરોગ્ય કમિશનર અને મુખ્ય સચિવ અનિલ મુકમે આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં સોમવાર એટલે કે તારીખ 16 માર્ચથી 31 માર્ચ સુધી તમામ શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ કરાયો છે. સાથે જ તેઓએ કહ્યું કે, મોલ-મલ્ટીપ્લેક્સ અને સ્વિમિંગ પુલ પણ બે અઠવાડિયા સુધી બંધ રાખવા માટે આદેશ કરાયો છે. ધાર્મિક સંસ્થાઓને પણ લોકોને ભેગાં થાય તેવાં કાર્યક્રમો ન કરવા માટે અપલી કરવામાં આવી છે. આંગણવાડી પણ બે અઠવાડિયા સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.



જો કે શિક્ષકો અને સ્ટાફે ઓફિસમાં હાજર રહેવું પડશે તેવો પણ આદેશ સરકારે કર્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. સાથે જ આરોગ્ય કમિશનરે લોકોને સાવચેત રહેવા અને ભીડભાડવાળી જગ્યાઓએ ન જવા માટે લોકોને સૂચન કર્યું હતું.
કેતન પ્રણામી અરવલ્લી