TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લીમાં સ્ટેટ વિજિલન્સ એ શામળાજી પાસેથી સ્વીફ્ટ કારમાંથી ૧.૨૩ લાખનો વિદેશી દારૂ સાથે ૨ શખ્શોને દબોચ્યા



અરવલ્લી જીલ્લાની રતનપુર ચેકપોસ્ટ માર્ગે વિદેશી દારૂ ઘુસાડવા માટે સિલ્ક રૂટ તરીકે જાણીતો છે. આંતરરાજ્ય ચેકપોસ્ટ હટાવ્યા પછી તો બુટલેગરો માટે લાલ જાજમ પથારી હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. પરપ્રાંતીય બુટલેગરો
ગાંધીનગરના છુપા આશીર્વાદથી લાઈનો ચલાવી વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઠાલવી રહ્યા છે. સ્ટેટ વિજિલન્સની ટીમે શામળાજી પોલીસને ઉંઘતી રાખી ખેર ગામ નજીકથી વિદેશી દારૂ ભરી પસાર થતી સ્વીફ્ટ કારમાંથી ૧.૨૩ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી બે શખ્શોને દબોચી લીધા હતાસ્ટેટમોનીટરીંગ સેલના પીએસઆઈ એચ.વી.ચૌધરી અને તેમની ટીમે શામળાજી નજીક ખેરાબ્રીજ નીચે ખેરા ગામ પાસે વાહનોનું ચેકીંગ હાથધરી રાજસ્થાન તરફથી આવતી સ્વીફ્ટ કાર (ગાડી.નં-GJ -01 -RF 2590 ) ને અટકાવી તલાસી લેતા કાર માંથી વિદેશી દારૂની બોટલ નંગ-૭૩૧ કીં.રૂ.૧૨૩૨૦૦/- નો જથ્થો જપ્ત કરી દિપક સુરેશ ખરાડી અને અમરત કસરાજી ખરાડી (બંને.રહે રાજસ્થાન) ને ઝડપી પાડી મોબાઈલ નંગ-૨ ,સ્વીફ્ટ કાર તથા આરોપીઓ પાસેથી મળી આવેલ રોકડ રકમ-૧૯૧૫ મળી કુલ.રૂ.૫૨૯૬૧૫/- નો મુદ્દામાલ જપ્ત કરી સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર ૧)ચિરાગ પ્રકાશચંદ્ર પંચોલી,૨) ભરત ઉર્ફે ભરત લંગડો ઉદેલાલ ડાંગી,૩)રોનક કલાલ,૪) રામલાલ (તમામ,રહે.રાજસ્થાન) અને વિદેશી દારૂ મંગાવનાર બુટલેગર વિરુદ્ધ શામળાજી પોલીસસ્ટેશનમાં  પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


કેતન પ્રણામી અરવલ્લી