૧૭ માર્ચે ગુજરાત રાજ્ય અન્ન આયોગના અધ્યક્ષશ્રી અને અમૃત પટેલના અધ્યક્ષસ્થાને અન્ન સલામતી કાયદો-૨૦૧૩ના અમલિકરણના અંગેની સમિક્ષા બેઠક યોજાશે.
મોડાસા –
શુક્રવાર, અરવલ્લી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડમાં ગુજરાત રાજ્ય અન્ન આયોગના માન. અધ્યક્ષશ્રી શ્રી અમૃત પટેલ, આઈ.એ.એસ(નિ.).ના અધ્યક્ષ સ્થાને તથા માન.સભ્ય સચિવશ્રી એમ.એ. નરમાવાલા, આઈ.એ.એસ.(નિ.) તથા માન. સભ્ય શ્રી નિતિન શાહની ઉપસ્થિતિમાં અન્ન સલામતિ કાયદો – ૨૦૧૩ના અમલીકરણ અનુસંધાને અરવલ્લી જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા તથા મધ્યાહન ભોજન યોજના તથા આંગણવાડી યોજના અન્વયે અમલીકરણ સંદર્ભે ચર્ચા વિચારણા કરવા માટે તા. ૧૭/૦૩/૨૦૨૦ના રોજ સવારે ૧૨-કલાકે બેઠકનું આયોજન કરવામાં આવેલ છે.
આ બેઠકમાં જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે રાષ્ટ્રીય અન્ન કાયદા-૨૦૧૩ના અમલિકરણ બાબતે, મધ્યાહન ભોજન યોજનાની રાષ્ટ્રીય અન્ન કાયદા અન્વયે થયેલ કામગીરી, આંગણવાળી કેન્દ્રો અન્વયે થયેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.અનીલ ધામેલીયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી, નાયબ કલેક્ટરશ્રી (મ.ભો.યો), જીલ્લા પુરવઠા મામલતદારશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, પ્રોગ્રામ ઓફિસરશ્રી(ICDS), મહિલા બાળવિકાસ અધિકારીશ્રીઓ અને મામલતદારશ્રીઓ તથા તમામ સંબધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
કેતન પ્રણામી અરવલ્લી
